સંવેદનશીલ સરકાર, મૃદુ અને મક્કમ સરકારની વાતો માત્ર સભા–મંડપ અને મીડિયા પૂરતી જ સારી લાગે છે, જયારે વાસ્તવિક સ્થિતિમાં સરકાર અને તત્રં કેટલું સંવેદનશીલ છે એ સિવિલ હોસ્પિટલમાં ચાર ચાર દિવસથી મૃતદેહની કાગડોળે રાહ જોઈ થાકેલી આંખો સાથે ઉભેલા મૃતકોના સ્વજનોને પૂછવામાં આવે તો ખબર પડે, ઘટનાના ત્રણ દિવસ પછી પણ હોસ્પિટલના કેમ્પસમાં પોલીસના સડ બેરીકેટ સાથેના બંદોબસ્ત વચ્ચે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મેડિકલ કોલેજના હોલમાં ખુરસી–ઠંડા પાણી સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જયારે બીજી તરફ મૃતકોમાં સ્વજનો આકરા તાપ અને ગરમી વચ્ચે કેમ્પસમાં બેઠેલા જોવા મળ્યા હતા. નઘરોળ તંત્રએ પાણીની પણ પુચ્છા ન કરતા સેવાકીય સંસ્થાઓએ માનવતાની ફરજએ પાણી અને ઠંડી છાસ આપી હતી.
પરિવાજનો માટે કોઈ વ્યવસ્થા ન હોવાનું મીડિયાએ તંત્રને ધમરોળતા તાબડતોબ ગઈકાલે બપોરે મંડપ નાખવામાં આવ્યા હતા જયારે આજે ખાલી પડેલા કે.ટી.ચિલ્ડ્રન વિભાગના ગ્રાઉન્ડ લોરમાં અસહ્ય ગરમીના કારણે એર કુલર અને પાણી સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી સમયે રાતોરાત સભા માટેના વોટરપ્રુફ ડોમ ઉભા કરનાર શાસક પક્ષ તો ઉણુ ન ઉતયુ પરંતુ વિપક્ષ પણ અહીં માનવતા ચૂકયું હોય એ કહેવું અતિશિયોકિત નથી. તત્રં જે પહેલા દિવસે વ્યવસ્થા કરી શકતું હતું એ વ્યવસ્થા આજે ચાર દિવસે કરતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech