BREAKING NEWS

પોલીસ પરીક્ષામાં નાપાસ થતાં નકલી ઉુજઙ બનીને રૂપિયા પડાવવા માંડયો

  • May 25, 2026 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયમાં નકલીની બોલબાલા ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર પંથકમાંથી નકલી ડિવાયએસપીને રાજકોટ રેન્જની ટીમને ઝડપી લીધો હતો. સાયલામાં રહેતો ધોરણ ૧૨ પાસ સોહિલ ખાન બિસ્મિલ્લાખાન પઠાણ (ઉ.વ.૩૧) અગાઉ પોલીસ પરીક્ષાની તૈયારી કરતો હતો પરંતુ તેમાં નાપાસ થતાં પોલીસ વર્ધીવાળા એઆઇ જનરેટેડ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર મૂકી પોતે ડીવાયએસપીનો હોવાનો સ્વાંગ રચી રોફ જમાવતો હતો. આ શખસે સાયબર બ્રોડના કેસમાં મહિલા પાસેથી પિયા ૨૨,૦૦૦ પણ પડાવી દીધા હતા ઝડપાયેલ નકલી ડિવાયએસપીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ પોલીસ પરીક્ષામાં નાપાસ રેન્જ આઇજી નિર્લિ રાયની સૂચના હેઠળ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ બી.સી.મીયાત્રા, પી.એન. મોરી અને સી.એમ. કંટેલીયા સહિતનો સ્ટાફ ગેરકાયદે પ્રવૃત્તિ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમિયાન એવી માહિતી મળી હતી કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે એક શખસ ડીવાયએસપી અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમ જેવા ગુના આચરી છેતરપિંડી કરી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે સાયલાના લાલજી મહારાજની જગ્યા પાસે નવાગઢમાં રહેતા સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ (ઉ.વ.૩૧) ને સાયલા સુદામડા ચોકડી પુલ પાસેથી ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે, સોહિલખાન ધોરણ ૧૨ પાસ છે અગાઉ તેણે પોલીસની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં નાપાસ થયા બાદ એઆઈ જનરેટેડ ફોટો અને વિડીયો બનાવી ખુદ ડિવાઇસપી હોય તેવો સ્વાંગ રચી તેવા વિડિયો અને સમાચાર સ્વપેના કટીંગ સોશિયલ મીડિયામાં રિલ બનાવી મૂકયા હતા. એટલું જ નહીં તેણે સાયબર ફ્રોડમાં એક મહિલાનું બેન્ક એકાઉન્ટ ફ્રીજ થતા તેનો સંપર્ક કરી તેની પાસેથી પિયા ૨૨,૦૦૦ પણ લઈ લીધા હતા. બદલામાં તે મહિલાનું એકાઉન્ટ અનફ્રિજ થયાનું સર્ટિફિકેટ મોકલી દીધું હતું. આ શખસે અન્ય કેટલા લોકો સાથે ડીવાયએસપીના નામે છેતરપિંડી આચરી છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. નકલી ડીવાયએસપીનો પર્દાફાશ કરવાની કામગીરીમાં રાજકોટ રેન્જ પીઆઇ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એ.એસ.આઇ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હેડ કોન્સ. રાજદિપસિંહ ઝાલા તથા કોન્સ. દિલીપસિંહ સિંધવ, ફતેસગં પરમાર તેમજ ટેકનિકલ સેલના પીએસઆઇ પી.સી.સરતેજા, તથા નરેન્દ્રસિંહ રાઠોડ,બળદેવસિંહ સાથે રહ્યા હતાં.ગૃહ મંત્રીએ પદક આપ્યાની યાદી પણ બનાવી આરોપી સોહિલખાને ગૃહમંત્રી તરફથી પોતાને પદક મળ્યા અંગેની ખોટી યાદી પણ બનાવી હતી. જેમાં અન્ય અધિકારીઓના નામ પણ લખ્યા હતા. આ યાદીમાં તેણે અભ્યાસમાં બીએસસી (કોમ્પ્યુટર એન્જિનિયરિંગ) દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવમાં તે ધોરણ ૧૨ પાસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application