પોરબંદરમાં પણ દિવસે -દિવસે દેહદાન અને ચક્ષુદાન વિષે જાગૃતિ આવી રહી છે ત્યારે મેડિકલ કોલેજના એનેટોમી વિભાગની યોગપ્રેમીઓએ મુલાકાત કરતા ઉંડાણથી જાણકારી અપાઇ હતી.
જી.એમ.ઇ.ેઆર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એનેટોમી-શરીર રચના- વિભાગ ખાતે ખીજડીપ્લોટ યોગગ્રુપ અને ઓમકારેશ્ર્વર યોગ ગ્રુપના લગભગ ૭૦ જેટલા નાના-મોટા ભાઇ-બહેનોએ મુલાકાત લીધેલ. આ સેમીનારનું સંકલન સર્જન પરિવારના ડો. નીતિન પોપટે કરેલ હતુ.
દેહદાન પછી શું કરે? કેવી રીતે કરે? શરીરની અંદરના અવયવો કેવા હોય એ કુતુહલ લગભગ બધાને જ હોય. એનેટોમી વિભાગના વડા અને મેડિકલ કોલેજના એડીશ્નલ ડીન ડો. મયંકકુમાર જાવીયાએ બધાને દેહદાન વિશે, દેહદાન પછી અને શરીર રચનાના મેડીકલ વિદ્યાર્થીના અભ્યાસ વિશે વિગતવાર સમજાવેલ હતુ. આ ઉપરાંત શરીરના વિવિધ અંગોના કાર્યો વિશે પણ સમજાવેલ. ડીસેકશન મમાં લઇ જઇ વિવિધ અંગો બતાવ્યા હતા.
ચક્ષુદાન-ત્વચાદાન(ચામડીના દાન) વિશે ડો. નીતિન પોપટે વિગતવાર સમજાવ્યુ હતુ. જે જન્મે છે એ કયારેક તો મૃત્યુ પામે જ છે પણ મૃત્યુ પછી પણ દેહદાન, ચક્ષુદાન, સ્કીનદાન થકી આપણા સ્વર્ગવાસી સ્વજન અમર થઇ જાય છે.
પોતપોતાની પરંપરા મુજબ વિધિ કરી છેવટે તો શરીર પંચમહાભૂતમાં વિલીન જ થઇ જાય છે ને ? એના કરતા આવા દાન આપીએ તો એના જેવું પુણ્યનું કાર્ય બીજુ હોઇ ન શકે.
પોરબંદરમાં સ્કૂલોના વિદ્યાર્થીઓના ગુ્રપને, સંસ્થાઓને જી.એમ.ઇ. આર.એસ. મેડિકલ કોેજ પોરબંદરના ડીન ડો. સુશીલકુમાર અને એનેટોમી વિભાગના વડા ડો. મયંકકુમમાર જાવિયા તરફથી આમંત્રણ છે કે જેને આ બધુ જોવું -સમજવું છે તેનુ કોલેજમાં સ્વાગત છે.
પોરબંદર જિલ્લામાં દેહદાન કરવા માટે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદરના ડો. મયંકકુમાર જાવીયાના મો. ૯૪૨૮૨ ૪૨૪૪૫, ડો. સંજય ચાવડાના મો. નંબર ૮૮૬૬૩ ૮૫૬૬૦ ઉપર ફોન કરી ૨૪ કલાક ૩૬૫ દિવસ બોલાવશો તેવી બધાને અપીલ છે.
પોરબંદર જિલ્લામાં નેત્રદાન, દેહદાન કરવા માટે તેમજ કીકીને કારણે અંધનો અંધાપો દૂર કરવા માટે ડો. નીતિન પોપટના મો. ૯૪૨૬૨ ૪૧૦૦૧ અને મો. ૯૩૨૮૦ ૬૬૮૬૮ ઉપર ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિસાવાડા ગામે યોજાશે મેગા અશ્વ શો અને રમતોત્સવ
April 19, 2025 02:28 PMજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech