જસણના કાનપર ગામની સીમમાં રમતી સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી ગુપ્ત ભાગમાં સળિયો ખોસ્યો હતો. આ કેસમાં રાજકોટ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ એસપી સીમરન ભારદ્વાજ તથા તેમની ટીમે સંવેદનશીલ બનાવ અંગે તપાસ ચલાવી હતી. આટકોટના કાનપર ગામે નિર્ભયાકાંડ જેવી ઘટનામાં અદાલતે આરોપી રેમસીંગ ઉર્ફે રામસીંગ તેરસીંગ ડુડવા (ઉ.વ.32 રહે. જી.અલીરાજપુર મધ્યપ્રદેશ)ને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે આ બનાવમાં પોલીસે કરેલી ત્વરીત સચોટ તપાસ અંગે માહિતી આપવા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ડીજીપી એસ.કે.વોરાને સાથે રાખી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ઘટના બન્યા બાદ પોલીસે જાણી તાકીદે આરોપીને ઓળખી કાઢી તેની ધરપકડ કરી હતી. બાદમાં ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસ પોલીસ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સુચના અને માર્ગદર્શન મુજબ એસપી વિજયસિંહ ગુર્જરના સુપરવિઝન હેઠળ આ ગુન્હાની તપાસ એએસપી ધોરાજી સીમરન ભારદ્વાજને સોંપવામાં આવી હતી. જેઓ દ્વારા સ્થળ ઉપર એફ.એસ.અધિકારીની વિજીટ કરાવવામાં આવી અને આરોપી તથા ભોગબનનાર દિકરીની મેડીકલ કરાવવામાં આવ્યા અને એફ.એસ.એલ. ખાતેથી ટુંક સમયમાં જ જરૂરી રિપોર્ટો મેળવવામાં આવ્યાં અને ભોગબનનાર અને આરોપીના ડીટેઇલ મેડીકલ રિપોર્ટ ટુંક સમયમાં કરાવી મેળવવામાં આવ્યાં હતાં.
આરોપીની ઓળખપરેડ કરાવવામાં આવી, અને તેઓ દ્વારા આ ગુન્હાના આરોપી વિરૂધ્ધ ખુબ જ ટુંકા સમયમાં (મેડીકલ, ફોરેન્સીક, દસ્તાવેજી, સાંયોગીક, ટેકનીકલ તેમજ નજરે જોનાર બાળ સાહેદ તથા ભોગબનાર દિકરીનુ કાઉન્સેલીંગ કરનાર સીડબલ્યુસીના મહિલા અધિકારી તેમજ સાહેદ સાક્ષી વિગેરે) તમામ પુરતા પુરાવા એકત્રીત કરી માત્ર 12 દિવસમાં જ ચાર્જશીટ કરી કોર્ટમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ ગંભીર ઘટનાની તપાસ એએસપી સીમરન ભારદ્વાજ, બી.ડી.જોષી, રીડર ફોજદાર તથા સંજયભાઇ કિહલા એ.એસ.આઇ. દિનેશભાઇ મકવાણા પો.હેડ.કોન્સ.,
આટકોટ પીઆઇ આર.એસ.સાંકળીયા તથા રાઇટર એ.એસ.આઇ. વિનોદભાઇ વાસાણી, હેડ.કોન્સ. અરવિંદભાઇ ઝાપડીયા પેરોલ ફર્લો સ્કોવડના ફોજદાર પી.એન.ભરવાડ,હે કોન્સ. રસીકભાઇ જમોડ, એલ.સી.બી. રાઇટર રામદેવસિંહ ઝાલા, એસઓજીના કોન્સ. વિપુલભાઈ ગોહિલ સાથે રહ્યા હતાં.
પોલીસે 200થી વધુ પરપ્રાંતીયની પુછતાછ કરી
દુષ્કર્મની જનઘન્ય ઘટના સામે આવ્યા બાદ નરાધમને શોધી કાઢવા માટે સી.સી.ટી.વી.કેમેરા તથા હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસથી આરોપીની તપાસ શરૂ કરી હતી. ભોગ બનનાર દિકરી પાસેથી આરોપીનાં વર્ણન બાબતની માહિતી મળી શકે તેમ એલ.સી.બી શાખાના મહિલા કર્મચારી તથા ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર તથા ડોકટર્સ મારફતે આ દિકરીનુ કાઉન્સલીંગ કરાવતા ભોગ બનનાર દિકરી દ્રારા આરોપીનું વર્ણન જણાવતા તે વર્ણન વાળા ઇસમોની આજુ-બાજુની સીમ વિસ્તારમાં મજુરી કામ કરતાં 200-જેટલા પરપ્રાંતીય શકમંદ શખસોની પુછપરછ કરવામાં આવી હતી. જે પુછપરછ દરમિયાન ભોગબનનાર દિકરી દ્વારા આપવામાં આવેલ વર્ણનવાળો આરોપી મળી આવતાં તેની યુકતિ-પ્રયુકિતથી પુછપરછ કરતાં રેમસીંગ ઉર્ફે રામસીંગ તેરસીંગ ડુડવા (ઉ.વ.32) એ પોતે જ આ ગુન્હો કરેલની કબુલાત આપી હતી.