પોલીસ બોલાવ્યાની દાઝે પાંચ શખસોનો તલવાર અને ધારિયાથી હુમલો

  • October 01, 2024 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કુંભારવાડામાં ગાળોની બઘડાટી બોલાવતા પાડોશીએ પોલીસને બોલાવ્યાની દાઝ રાખીને પાંચ શખસોએ તલવાર, ધારિયા વડે મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જે મામલે બોરતળાવ પોલીસમાં પાંચેય શખસોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કુંભારવાડાના ગીરનાર સોસાયટીમાં રહેતા વસંતાબા મનુભાઈ ગોહિલએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, બાજુમાં રહેતા ગોપાલ રમેશભાઈ પાડલિયા અને તેનો દિકરો તેના ઘરે ગાળો બોલતા હોવાથી પોલીસને કોલ કરીને બોલાવી હતી, જેથી તે ભાગી ગયા હતા, પોલીસ જતી રહી હતી, ત્યાર બાદ તે પિતા પુત્ર ઘરે આવ્યા હતા અને તલવાર, ધારિયાથી હુમલો કર્યો હતો, જેમાં પતિને બચાવવા જતા તેને લોહીયાળ ઈજાઓ થઈ હતી, જેથી ૧૦૮ મારફત તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યા સારવારમાં ફેકચર તેમજ પતીના માથાના ભાગે ટાંકા આવ્યા હતા. આ મામલે પોલીસે ગિરનાર સોસાયટીમાં જ રહેતા ગોપાલ રમેશ પાડલીયા, વિશાલ ગોપાલભાઈ, રમેશ ઉર્ફે જંબુ પોપટભાઈ પાડલિયા, ભોલો વલ્લભભાઈ અને આકાશ સામે ગુનો નોંધીને વધુ તપાસ બોરતળાવ પોલીસે હાથ ધરી હતી.

    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application