શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજાર રિકવરી મોડમાં હતું, પરંતુ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 150 પોઈન્ટનો ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટીમાં 44 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. દિવસના વ્યાપાર દરમિયાન, સેન્સેક્સ 1100 પોઈન્ટ વધીને 79700ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સિવાય BSE માર્કેટ કેપમાં રૂ.7 લાખ કરોડનો વધારો થયો હતો. જોકે હવે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
મંગળવારે સવારે સેન્સેક્સ 78,981.97 પર ખુલ્યો હતો અને દિવસની સૌથી ઊંચી સપાટી 79,852.08 પોઈન્ટ હતી. પરંતુ હવે તે 150 પોઈન્ટ ઘટીને 78,612 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 44 પોઈન્ટ ઘટીને 24,012 પર હતો. બેંક નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેરબજારમાં તેના દિવસના ઉચ્ચ સ્તરેથી જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
1,511 શેરમાં ઘટાડો
બીએસઈના ટોચના 30 શેરોમાંથી 12 શેરો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 18 શેરો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ વધારો JSW સ્ટીલના શેરમાં 3 ટકા થયો છે. NSEના 2,767 શેરોમાંથી 1,165 શેરો વધી રહ્યા છે અને 1,511 શેરો ઘટાડા પર ટ્રેડ કરી રહ્યાં છે. 70 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે અને 36 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે છે.
આ 10 શેરો ભારે ઘટાડો
બાંગ્લાદેશ સંકટને કારણે મેરિકોનો શેર 5.57 ટકા ઘટીને રૂ. 634 થયો હતો. અદાણી ગ્રીન સોલ્યુશનનો શેર 3.24 ટકા ઘટીને રૂ. 1,121 પર છે. પાવર ફિન કોપનો શેર 3.30 ટકા ઘટીને રૂ. 481 પર હતો. આ સિવાય એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 4 ટકા, ઈન્ડિયન બેન્ક 3 ટકા, બીએસઈ 2.65 ટકા, કોચીન શિપયાર્ડ 5 ટકા, મેંગલોર રિફાઈનરી 3 ટકા, જેએમબી ઓટો 2.89 ટકા અને એનએલસી ઈન્ડિયા 2.94 ટકા ઘટ્યા છે.
આ ક્ષેત્રોમાં વેચાણ
એફએમસીજી, રિયલ્ટી, આઈટી, મેટલ અને મીડિયા સિવાય, હેલ્થકેર, ઓટો અને ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં ઘટાડો પ્રભુત્વ ધરાવે છે. નાણાકીય સેવા ક્ષેત્રમાં 1.28 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech