હિમાચલ બાદ હવે કર્ણાટક અને પંજાબ સરકારની તિજોરી ખાલી

  • September 06, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્ણાટકની કોંગ્રેસ સરકાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. કર્ણાટકમાં કોન્ટ્રાકટરોની લેણી રકમ વધીને ૨૫,૦૦૦ કરોડ પિયા થઈ ગઈ છે. કર્ણાટક સરકારે છેલ્લા ૧૫ મહિનામાં ઘણી ચૂકવણી કરી છે પરંતુ હજુ પણ ૨૫,૦૦૦ કરોડ પિયા બાકી છે.જયારે પંજાબ સરકાર પણ દેવામાં ડૂબેલી છે દેવાનો બોજ ઓછો કરવા અને રાયની તિજોરીમાં વધારો કરવાના પગલામાં, પંજાબ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ(વેલ્યુ એડેડ ટેકસ)વધારવાનો નિર્ણય કર્યેા.
પંજાબ સરકારે મોંઘવારીના મોરચે લોકોને વધુ એક આંચકો આપ્યો છે. સરકારે કેબિનેટની બેઠકમાં અગાઉની કોંગ્રેસ સરકાર દ્રારા શ કરવામાં આવેલી વીજળી સબસિડી યોજનાને રદ કરવાની પણ જાહેરાત કરી હતી. આ અંતર્ગત સાત કિલોવોટ સુધીના લોડવાળા મકાનોને યુનિટ દીઠ ૩ પિયાની રાહત આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની સરકારે તેને બધં કરી દીધી છે. જોકે, દરેક ઘરમાં ૩૦૦ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
સીએમ ભગવતં માનની આગેવાની હેઠળની સરકારે ઘરેલું ગ્રાહકો માટે સબસિડીવાળા પાવર ટેરિફમાં ૩ પિયાનો ઘટાડો કર્યેા છે જે અગાઉના કોંગ્રેસ શાસન દ્રારા બહાર પાડવામાં આવ્યો હતો. તેમજ રાયએ પેટ્રોલ પર પ્રતિ લિટર ૬૧ પૈસા અને ડીઝલ પર ૯૨ પૈસા પ્રતિ લિટર વેટ વધાર્યેા છે.
કર્ણાટકમાં ૨૦૨૩ માં સત્તામાં આવનારી કોંગ્રેસ સરકારને રાયની અગાઉની બીજેપી સરકારના કોન્ટ્રાકટરો પાસેથી વારસામાં . ૨૫,૦૦૦ કરોડનું બિલ મળ્યું. આ અંગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આર્થિક સલાહકાર બસવરાજ રાયરેડ્ડીએ જણાવ્યું હતું કે કર્ણાટક સરકારની આવકમાં વધારો થયો છે અને ટૂંક સમયમાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી જશે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આર્થિક સલાહકાર બસવરાજ રાયારેડ્ડીએ અગાઉની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો, અગાઉની ભાજપ સરકારે ૨.૪૫ લાખ કરોડ પિયાના કામોને આડેધડ મંજૂરી આપી અને તેના માટે માત્ર ૪૫,૦૦૦ કરોડ પિયા ફાળવ્યા. તે કામો માટે ચૂકવણી કરવા માટે અમારી સરકાર પાસે પૂરતા નાણાં ઉપલબ્ધ નથી. મુખ્યમંત્રીના મહત્વના પ્રોજેકટો માટે સરકારે ફડં ફાળવ્યું છે યારે ઓછા મહત્વના કામો અટકી પડા છે.
આ પહેલા પણ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારની તિજોરી ખાલી હોવાની વાત સામે આવી હતી. હિમાચલ પ્રદેશમાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ બે મહિના સુધી પગાર નહીં લેવાનો નિર્ણય કર્યેા છે. હિમાચલ સરકારે પણ દાવો કર્યેા છે કે તે ટૂંક સમયમાં આ સંકટમાંથી બહાર નીકળી જશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application