BREAKING NEWS

બિહારના વિક્રમી વિજય બાદ આજે પીએમ મોદી ગુજરાતમાં: રાષ્ટ્ર્રને સંબોધન કરશે

  • November 15, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના એનડીએના વિજય બાદ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ડેડિયાપાડા ખાતે રાષ્ટ્ર્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાય સરકારના  .૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યેાનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરશે, એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટ પ્રસ્તૂતિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમૂહ જેમને ભગવાન સ્વપ માને છે તે ક્રાંતિકારી બિરસામુંડાની ૧૫૦મી જન્મ જંયતિ નિમિત્તે આજે નર્મદાના ડેડિયાપાડા ખાતે ભારત સરકાર અને ગુજરાતની સરકારના સંયુકત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન થયુ છે. યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિજય પછી આજે રાષ્ટ્ર્રને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ભાજપના પ્રથમ દિલ્હી– મુંબઈ હાઈસ્પિડ રેલ્વે– બુલેટ ટ્રેનની કામગીરીનું જાતનિરીક્ષણ પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ– ૨૦૨૨થી સતત દેશના અન્ય રાયોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળ્યા બાદ ભાજપ વિજય પછી ગુજરાતમાં આવતા રહ્યા છે. ૧૫ નવેમ્બરે તેઓ સુરત અને નર્મદા જિલ્લ ામાંથી ભારતભરમાં વિકાસકાર્યેાના લોકાપર્ણખાતમુહર્ત ક૨શે ત્યારે આવા ચૂંટણી પછી વિજય મેળવેલા રાજયોની સંખ્યા આઠ થશે. આવી શૃંખલા પણ એક નવો ઈતિહાસ બની રહે તો નવાઈ નહી. ગુજરાતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે આ ઉજવણીના ભાગપે કેન્દ્ર સરકાર તરફથી રૂા.૭૬૬૭ કરોડ અને રાય સરકાર તરફથી રૂા.૨૧૧૨ કરોડના વિકાસકાર્યેાની ભેટ આપવામાં આવશે. આ દિવસે સાંજના સમયે ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત એક વિશેષ નાટ પ્રસ્તૂતિનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું જીવતં પ્રસારણ રાયના આદિજાતિ જિલ્લ ાના ૨૩ તાલુકાઓમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સભાને સંબોધિત પણ કરશે.

રાજય સરકાર તરફથી ખાતમુહર્ત થનારા વિકાસકાર્યેા
માર્ગ અને મકાન વિભાગ : મોવી–ડેડિયાપાડા રોડ, અવધા–તુતરખેડ રોડ, બારડોલી–મહત્પઆ રોડનું ફોર લેનિંગ, વડોદરા–ડભોઇ રોડ પર આરઓબીએલસી (રોડ ઓવરબ્રિજ કમ લેવલ ક્રોસિંગ), હાંસપોર અબ્રામા અમલસાડ રોડ પર એ ચાર રસ્તા પાસે મેજર બ્રિજનું પુન:નિર્માણ, નેનપુર હલધરવાસ બાર મુવાડા રોડને પહોળો અને મજબૂત કરવાની કામગીરી, સુરખાય–અનાવલ– ભીનાર રોડ અને સિંધરોટ – શેરખી  કોયલી રોડને ફોર લેન કરવાની કામગીરી. શહેરી વિકાસ વિભાગ: વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિએકિટવિટી સ્પોટર્સ કોમ્પ્લેકસનું નિર્માણ, કોયલી ટીપી સ્કિમ ખાતે ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્ક, આણંદના ખંભાતમાં પાણી પુરવઠા યોજના અને સુરતમાં મહારાણા પ્રતાપ જંકશન (લિંબાયત ઝોન) ખાતે લાય ઓવર બ્રિજનું નિર્માણ. સ્વાસ્થ્ય વિભાગ: પંચમહાલના હાલોલમાં ૧૦૦ બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટિ્રકટ હોસ્પિટલ. જળ સંસાધન વિભાગ: વડોદરામાં વાઘોડિયા ખાતે આજવા સરોવર પર બાંધનું નિર્માણ.

રાજય સરકાર તરફથી લોકાર્પણ થનારા વિકાસકાર્યેા
માર્ગ અને મકાન વિભાગ : ડાંગમાં વઘઇ–સાપુતારા રોડ, તાપીમાં રિસર્ફેસ થયેલ ઉચ્છલ–નિઝર રોડ.
પાણી પુરવઠા વિભાગ: છોટાઉદેપુરમાં હાંદોડ અને રોઝકુવા ખાતે પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગતના કાર્યેા.
ગ્રામ વિકાસ વિભાગ: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર રાજયમાં ૬૧,૧૨૫ આવાસોનું લોકાર્પણ.
શહેરી વિકાસ વિભાગ: નવસારી મહાનગરપાલિકામાં મોડર્ન ટાઉનહોલ.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ: નર્મદામાં સ્માર્ટ ગ્રીન તાલુકા લાઇબ્રેરી.

કેન્દ્ર સરકારના વિકાસકાર્યેા
કેન્દ્ર સરકાર તરફથી આદિજાતિ બાબતોના મંત્રાલય દ્રારા સમગ્ર દેશમાં છ૭૬૬૭ કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ૪ વિકાસકાર્યેાનું ખાતમુહર્ત અને ૬ વિકાસકાર્યેાનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

ખાતમુહર્ત થનારા વિકાસકાર્યેા
રૂા.૩૭૭૭ કરોડના ખર્ચે ૧૯૦ આશ્રમ શાળાઓ, ૫૦ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ૧૪ ટ્રાઇબલ મલ્ટી માર્કેટિંગ કેન્દ્રો અને ૭૪૮ કિ.મી રોડ કનેકિટવિટી (૬ કિ.મી બ્રિજ સાથે) પ્રકલ્પોનું ખાતમુહર્ત કરવામાં આવશે.

એકતાનગર ખાતે પેવેલિયનનું ઉદઘાટન
જનજાતીય ગૌરવ વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગપે ૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન પર રાષ્ટ્ર્રીય સ્તરની એક દિવસીય નું આયોજન કરવામાં આવ્યું હતું. તે સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી બિરસા મુંડાના જીવન પર આધારિત ઝાંખી અને પ્રદર્શન માટેના પેવેલિયનનું ઉધ્ઘાટન કરવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની પરંપરાગત હસ્તકલા અને વાનગીઓના પ્રોત્સાહન અને વેચાણ માટે ૧૦ સ્ટોલનું ઉધ્ઘાટન પણ મુખ્યમંત્રી દ્રારા કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application