વરસાદથી પ્રભાવિત મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ડકવર્થ લુઈસ નિયમના કારણે બાંગ્લાદેશને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો, જેના જવાબમાં ટીમ 105 રન જ બનાવી શકી. પરંતુ લિટન દાસની શાનદાર ઈનિંગ્સ છતાં બાંગ્લાદેશની હાર થઈ છે. અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ વખત સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અને અફઘાનિસ્તાનની જીત સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગઈ છે અને તેનું ટાઈટલ જીતવાનું સપ્નું ચકનાચૂર થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપ 2021નો ખિતાબ જીત્યો હતો.
બાંગ્લાદેશ તરફથી લિટન દાસે મેચમાં સારી બેટિંગ કરી હતી. તે એક છેડે રહ્યો અને વિકેટ પડવા ન દીધી. પરંતુ બાકીના બેટ્સમેનો સારો દેખાવ કરી શક્યા ન હતા. માત્ર સૌમ્ય સરકાર, લિટન દાસ અને તૌહીદ હૃદોય બે અંક સુધી પહોંચી શક્યા. લિટસ દાસે 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તે બાંગ્લાદેશને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. તે 54 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન સૌથી મોટો હીરો સાબિત થયો. તેણે ચાર ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિવાય નવીન ઉલ હકે ચાર વિકેટ પોતાના નામે કરી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ગુલબદ્દીન નાયબ અને ફઝલહક ફારૂકીએ એક-એક વિકેટ લીધી હતી.
રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમે અફઘાન ટીમ માટે ખૂબ જ ધીમી શરૂઆત કરી હતી. ગુરબાઝે 55 બોલમાં 43 રન બનાવ્યા હતા. જ્યારે ઝદરને 29 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય બેટ્સમેનો ખાસ સફળતા ન બતાવી શક્યા. અઝમતુલ્લા ઉમરઝાઈએ 10 રન બનાવ્યા હતા. કેપ્ટન રાશિદ ખાને ચોક્કસપણે ઘણા મોટા સ્ટ્રોક રમ્યા હતા અને તેના કારણે જ અફઘાન ટીમ 100 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. તેણે 10 બોલમાં 19 રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech