જૂનાગઢના સાહસિક યુવાનોને પોલીસમાં જોડાવા, ડ્રગ્સ નાબૂદી કરવા નિવૃત્ત એસપી દ્રારા અપીલ

  • January 08, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢના એસ.પી હર્ષદ મહેતા દ્રારા સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ગઈકાલે એસપી કચેરીથી બહાઉદીન કોલેજ સુધી ભવ્ય વિદાય માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્રારા એસપી કચેરીએથી એસપી હર્ષદ મહેતા પર પુષ્પોનો વરસાદ કર્યેા હતો. અને તેની કારને ફલોથી શણગારી હતી અને દોરડા વડે ખેંચી આવકાર્યા હતા. એસપી કચેરીએથી રાયજી બાગ અને ત્યાંથી મોતીબાગ અને બહાઉદીન કોલેજ સુધી યોજાયેલ ભવ્ય રોડ શોમાં અનેક સંસ્થાઓ દ્રારા પણ તેનું સ્વાગત અને પુષ્પહારથી આવકાર્યા હતા. રસ્તામાં બેનર અને એસપી ના ફોટો અને કામગીરી બિરદાવતા પોસ્ટર અને સ્લોગન પણ લખેલા જોવા મળ્યા હતા.
એસપી હર્ષદ મહેતા દ્રારા તેના સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે જણાવ્યું હતું કેસ્વેચ્છિક નિવૃત્તિ અંગેનો નિર્ણય એકા એક લીધો નથી પરંતુ મારા નોકરીના પ્રથમ દિવસથી જ ને ૫૦ વર્ષે જ નિવૃત્તિ લેવાનો સંકલ્પ લીધો હતો. તે સમયે મારી સાથે રહેલા તમામ બેચમેટને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. અને સમયાંતરે અધિકારીઓને પણ મારા નિર્ણય અંગે અવગત કરાયા જ હતા. હું  જે સ્થળે અને જગ્યાએ હોય ત્યાં ઊભા રહી જવું તે મેં નિર્ણય લીધો હતો.૫૦ વર્ષ પૂર્ણ થતા મેં મારા જીવનને ડાઈવર્ટ કરવાનો વિચાર કર્યેા છે .આ નિર્ણય સાહજીક હોવાનું જણાવી સરકારને મેં મારા નિર્ણયની જાણ કરી હતી અને ત્યારબાદ સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવામાં આવી હતી. ખાસ કરીને યુવાઓને વિનંતી છે કે સાહસવૃત્તિ અને સમાજ માટે કંઈક કરવા માગતા હોય તો પોલીસ વિભાગમાં અવશ્ય જોડાવું જોઈએ.જુનાગઢ જિલ્લામાં એસપી તરીકે કામગીરી સંભાળ્યા બાદ ડ્રગ્સના દુષણને ડામવા અનેક કાર્યવાહી કરવામાં આવી છે.જેથી મારા નિવૃત્તિ બાદ પણ જુનાગઢ ડ્રગ્સના દૂષણથી મુકત થાય તે માટે યુવાઓ એ જાગૃત થવું જોઈએ. પોલીસ તો સક્રિય છે જ પરંતુ સમાજ અને ઘર પરિવાર તરફ જાગૃતતા માટે યુવાઓએ ડ્રગ્સના દૂષણને ડામવું જોઈએ અને ફેલાવતા દૂર થવું જોઈએ.આધ્યાત્મિકતામાં અને પ્રાકૃતિક ને વધુ માનનારા એસપી નિવૃત્તિ બાદ પણ હજુ સામાજિક અને સેવાકીય કામગીરીમાં તો સક્રિય રહેશે.પરંતુ જૂનાગઢને કાયદો વ્યવસ્થા અને ડ્રગ્સ બાબતે ખૂબ જ અભિયાન ચલાવ્યું તે અભિયાન હજુ પણ વધુ ને વધુ આગળ ઘપે તેવી પણ મહેરછા વ્યકત કરી હતી.
એસપી હર્ષદ મહેતાને બહાઉદીન કોલેજ ખાતે પણ વિવિધ સંસ્થાઓ દ્રારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રોડ શો દરમિયાન શાળાના વિધાર્થીઓ અને નાના ભૂલકાઓએ પુષ્પ વર્ષા અને સેલ્યુટ આપી એસપીને તેની કામગીરી પ્રત્યે અભિનંદન આપ્યા હતા. વિધાર્થીઓના પ્રેમ નિહાળી એસપીએ તેની સાથે હાથ મિલાવ્યા હતા અને સન્માનિત કરવા બદલ આભાર વ્યકત કર્યેા હતો. બહાદીન કોલેજ ખાતે કાર્યક્રમના અંતે એસપી ની કામગીરી અંગે મેં પલ દો પલ કા શાયર હત્પં યે પલ દો પલ કી કહાની હૈ ગીત દ્રારા એસપી ની કામગીરીની ડોકયુમેન્ટરી પણ નિહાળવામાં આવી હતી

પુત્રનું સન્માન જોઈ પિતા થયા ભાવુક
એસપી હર્ષદ મહેતાના સન્માન સમારોહ દરમિયાન તેના પિતા બાબુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના જણાવ્યા મુજબ પુત્ર એ કામગીરી કરેલ તેની સરાહના હાલ જીવતં જોવા મળી રહી છે. બાપ કરતા પુત્ર સવાયો હોય તો બીજું શું જોઈએ કેમ જણાવી પુત્રની કામગીરી અંગે ગર્વ અનુભવ્યો હતો. એસપી હર્ષદ મહેતાના પિતા નિવૃત્ત શિક્ષક છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application