શહેરના માંડાડુંગર નજીક ગોળાઇમાં રોડ ક્રોસ કરતા પ્રૌઢને અજાણ્યા વાહને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. મૃતક પ્રૌઢનાં પ્રૌત્રના બે દિવસ બાદ લગ્ન હતા પરંતુ પ્રૌઢ લગ્નનો આનંદ માણે પહેલા જ મોતને ભેટતા પરિવારમાં લગ્નનો માહોલ શોકમાં પરિણમ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ માંડાડુંગર નજીક ગોકુળ પાર્કમાં રહેતા માવજીભાઈ કાનાભાઇ અઘારા (ઉ.વ.70) નામના પ્રૌઢ સાંજે સાતેક વાગ્યાના અરસામાં ઘર સામેના રોડ ઉપર ટ્રક પાર્ક કરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે પ્રૌઢને અડફેટે લેતા રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત સર્જાતા પરિવારના સભ્યો સહિતના લોકો દોડી આવ્યા હતા અને પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી વાહી કરી હતી.
મૃત્યુ પામનાર ત્રણ ભાઈ પાંચ બહેનમાં બીજા નંબરે હતા અને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોતે ટ્રક ડ્રાયવીંગ કરતા હતા. બે દિવસ બાદ પૌત્રના લગ્ન હતા એ પહેલા જ પ્રૌઢ દેવલોક પામતા પરિવારમાં ગમગીની છવાઈ છે. અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા વાહનની પોલીસ તપાસ હઠળ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMકાલથી શરૂ થનાર પવિત્ર રમઝાન માસમાં ટ્રાફીક વ્યવસ્થા અંગે રજૂઆત
February 28, 2025 06:04 PMજામનગરમાં ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ: તાપમાન ૩૪.૪ ડીગ્રી
February 28, 2025 05:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech