સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત ગુજરાતની ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં આ વર્ષે પીએચડીમાં ગુજરાત સરકારના પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ આપવાનો નિર્ણય ભૂલ ભરેલો સાબિત થયો છે. આ ઉપરાંત પીએચડી પ્રવેશ માટેની લાયકાતના ધોરણો કડક કરવામાં આવતા તેના કારણે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં પીએચડીની ૨૨૪ માંથી માત્ર ૫૫ બેઠક ભરાય છે અને ૧૬૯ બેઠકો ખાલી રહેવા પામી છે.
પીએચડી ની લાયકાતના આકરા નિયમો સામે જે તે વખતે મીડિયામાં ભારે વિરોધ ઊઠવા પામ્યો હતો અને ઉમેદવારોની લાગણીને વાચા આપવામાં આવી હતી. પરંતુ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ નિયમોમાં કોઈ જાતના ફેરફાર કર્યા ન હતા. પરંતુ હવે ૧૬૯ બેઠકો ખાલી રહેતી હોવાથી આ નિયમો હળવા કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલ સચિવ દ્રારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવનાર પીએચડીના પ્રવેશ માટેના ઉમેદવારોએ જો અગાઉના વર્ષેામાં પણ નેટ, સ્લેટ અને જેઆરએફ પરીક્ષા પસાર કરી હશે તો પણ તેમને એડમિશન આપવામાં આવશે. જુના વિધાર્થીઓને પ્રવેશ માટેનું દ્રાર સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને ખોલવું પડું છે. પરંતુ આવા વિધાર્થીઓએ પોતે જે તે વર્ષમાં નેટ, સ્લેટ કે જેઆરએફની પરીક્ષા પાસ કરી હશે તેના પરિણામ યુનિવર્સિટીની ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ કરીને મોકલવા પડશે. ત્યાર પછી આગામી તારીખ ૨૧ ના રોજ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી પોતાની વેબસાઈટ પર કયા વિભાગમાં કઈ ફેકલ્ટીમાં કેટલી બેઠકો ખાલી છે તેની વિગતો જાહેર કરશે અને આવા ઉમેદવારોને ડીઆરસી માટે બોલાવવામાં આવશે.
અગાઉના વર્ષેામાં નેટ સ્લેટ અને જી.આર.એફ ની પરીક્ષા પાસ કરનારને અત્યાર સુધી ગેરલાયક ગણવામાં આવતા હતા પરંતુ હવે આવા ઉમેદવારો લાયક થઈ ગયા છે. જોકે અગાઉનું વેઇટિંગ લિસ્ટ કિલયર કરવામાં નહીં આવે.
ફાર્મસીના વિધાર્થીઓ માટેની પીએચડી પરીક્ષા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્રારા લેવામાં આવતી નથી અને તેથી તેમની પ્રવેશ પરીક્ષા લેવાનો નિર્ણય પણ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech