સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આજથી 'જીકાસ' મારફત પ્રવેશ પ્રક્રિયા શરૂ

  • May 12, 2025 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન 2,621 કોલેજોમાં જુદા જુદા 349 અભ્યાસક્રમ અને પ્રોગ્રામમાં એડમિશન માટેની ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) મારફત પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે અને આ પ્રક્રિયા આગામી તારીખ 18 મે સુધી ચાલુ રહેશે.

ગયા વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી પ્રથમ ટર્મ સુધી એડમિશનની પ્રોસેસ ચાલુ રહી હતી. પરંતુ આ વખતે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ આ પ્રોસેસ શરૂ કરી દીધી છે. જો કોઈ વિદ્યાર્થીને રજીસ્ટ્રેશનમાં કોઈપણ જાતની સમસ્યા ઊભી થાય તો તે માટે 079 22880080 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની સુગમતા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પર પર અને સંલગ્ન કોલેજોમાં તથા રાજ્યભરમાં ફ્રી ફોર્મ ફિલિંગ અને વેરિફિકેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આવા 2100 જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જો કોઈ વિદ્યાર્થી પોતાના મોબાઈલમાં ઘેર બેઠા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવા માંગતો હોય તો તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદ્યાર્થીએ સૌ પ્રથમ કવીક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઈલ, શૈક્ષણિક માહિતી, યુનિવર્સિટી અને કોલેજની વિગતો, પ્રોગ્રામ અને વિષયની વિગતો ઓનલાઈન ભરીને અરજી ચેક કરીને પોર્ટલ પર મૂકવાની રહેશે. તારીખ 9 થી 20 મે દરમિયાન પહેલો વેરિફિકેશન રાઉન્ડ જીકાસ પર મળેલી અરજીઓ માટે કરવામાં આવશે અને અપલોડ થયેલા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.

ચકાસણીનો રાઉન્ડ પૂરો થયા પછી તારીખ 26 થી 28 મે દરમિયાન પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ યોજવામાં આવશે. આવા કુલ ચાર રાઉન્ડ યોજવામાં આવશે. બીજો રાઉન્ડ તારીખ 30 અને 31 મે, ત્રીજો રાઉન્ડ તારીખ 3 અને 4 જૂન તથા ચોથો અને છેલ્લો રાઉન્ડ તારીખ 6 થી 9 જૂન દરમિયાન યોજવામાં આવશે.

પ્રવેશના રાઉન્ડ યોજાયા બાદ પોર્ટલ પર અને ડેશબોર્ડ પર જે તે વિદ્યાર્થીની પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવશે. એડમિશન ઓફર કરાયા પછી વિદ્યાર્થીએ તેનો સ્વીકાર કરીને પ્રિન્ટ કઢાવીને જે તે કોલેજમાં અસલ પ્રમાણપત્ર સાથે જઈને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application