વર્તમાન પત્રોના અહેવાલનો પડ્યો પડઘોઃ
ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજ પાસે સરકારી જમીન પર આગામી સમયમાં ગેરકાયદે દબાણ ખડકી શકાય તે માટે અત્યારથી કેટલાક તત્ત્વો દ્વારા પાણા મૂકી જમીન વાળવાનું શરૂ કરાયાનો અહેવાલ વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થતાં ગઈકાલે દ્વારકાના વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગઈકાલે તે દબાણો હટાવી નાખ્યા છે.
ઓખાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા સુદર્શન બ્રિજનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે પછી રોજેરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો બેટ દ્વારકા દર્શનાર્થે આવી રહ્યા છે.
તે દરમિયાન સુદર્શન બ્રિજના ઓખા તરફના ખૂણામાં સરકારી જમીન પર કેટલાક વ્યક્તિઓ પાણા મૂકી જમીન વાળવાનું શરૂ કરી ચૂક્યા હોવાનો અહેવાલ વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી ગઈકાલે જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ગઈકાલે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર કે.ટી. શુક્લ, સેનેટરી ઈન્સ. રાજેશ માણેક તથા સ્ટાફ દ્વારા પોલીસને સાથે રાખી ચકાસણી કરવામાં આવી હતી.વેળાએ સુદર્શન બ્રિજ પાસે પાણા મૂકી જગ્યા વાળી લેવાયાનું જણાઈ આવતા તંત્રએ બુલડોઝર મંંગાવી લઈ તરત જ તે પાણા ત્યાંથી ખસેડી નાખી તે દબાણો દૂર કર્યા છે.
પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસ દ્વારા કરાયેલા દબાણને હટાવાયું...!
સુદર્શન બ્રિજ નજીકની સરકારી જમીન પર ઓખા પોલીસના જ એક કર્મચારી દ્વારા ગેરકાયદે દબાણ ઉભુ કરાતું હોવાની ઓખાના એક જાગૃત નાગરિકે બે સપ્તાહ પૂર્વે લેખિતમાં રજૂઆત કરી હતી. તે પછી ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે વહીવટીતંત્રના અધિકારીઓએ પોલીસના કહેવાતા દબાણને દૂર કરી નાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech