રાજકોટ લોકમેળાની SOP મામલે પ્રસાશન અને રાઈડ્સ સંચાલકો આમને-સામને, ત્રીજી વખત હરાજીમાં યાંત્રિક રાઈડ્સના સંચાલકોએ ન લીધો ભાગ

  • August 08, 2024 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઈડનો વિવાદ વધુ વકર્યો છે. આજે ત્રીજી વખત હરાજીમાં યાંત્રિક રાઈડના સંચાલકોએ ભાગ લીધો ન હતો. મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્રએ SOPમાં ફેરફાર કરવાનું અમારા હાથમાં ન હોવાનું કહેતા હરાજીમાં ભાગ લધી ન હતો.


SOPના નિયમો હળવા કરવા રજૂઆત

રાજકોટના લોકમેળામાં SOPને લઈને રાઈડ્સ સંચાલકો ટસ ના મસ થવા તૈયાર દેખાઈ રહ્યા નથી. રાઈડ્સ સંચાલકોએ કલેક્ટર સમક્ષ SOPના નિયમો હળવા કરવા સંદર્ભે રજૂઆત કરી છે. જો કે કલેક્ટરે પણ નિયમોમાં કોઈપણ છૂટછાટ કે બાંધછોડ કરવાની મનાઈ ફરમાવી છે. 


રાઈડ્સ વગર જ મેળો યોજાશે

ત્યારે હવે આ મુદ્દે હવે રાઈડ્સ સંચાલકો પણ જીદે ભરાયા છે અને સ્ટોલની ફાળવણી મુદ્દે થનારી હરાજીમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. રાઈડ્સ સંચાલકોનું કહેવુ છે “જો SOPમાં ફેરફાર નહીં થાય તો અમે હરાજીમાં ભાગ નહીં લઈએ. અમે જુના નિયમો પ્રમાણે રાઈડ્સનું સંચાલન કરવા તૈયાર છીએ અને તંત્ર દ્વારા બનાવાયેલા નિયમો મોટા બ્રિજ અને રસ્તાઓ માટે હોય છે. જો કલેક્ટર બાંધછોડ કરવા તૈયાર ન હોય તો રાઈડ્સ વગર જ મેળો યોજાશે. અમે દરેક રાઈડ્સનો વીમો લઈએ છીએ, દરરોજ અમારી રાઈડ્સ પણ ચેક થાય છે. અમે સરકારને નિયમો હળવા કરવા રજૂઆત કરી છે, જો તેમ નહીં થાય તો મેળો રાઈડ્સ વગર યોજાશે.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application