વિશ્વભરમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્યોની હરોળમાં આવે તે હેતુથી દેશભરમાં દર વર્ષે ૯ ઓગષ્ટ્રના દિવસે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં જિલ્લ ા કક્ષાના વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી મહીસાગર જિલ્લ ાના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
મંત્રી ભાનુબેન વિશ્ર્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે. રાય સરકાર દ્રારા આદિજાતિના પરિવારોને માળખાકીય સુવિધાઓ, માર્ગેાનું બાંધકામ, શૈક્ષણિક સુવિધા, પીવાના પાણીની સવલત, આરોગ્ય સુવિધા, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનના હકો આપીને વિતરણ કરીને તેમના સમગ્રતયા વિકાસની દિશામાં મક્કમ પગલા લીધાં છે. અનુસૂચિત જન જાતિના લોકોના સવાગી વિકાસ માટે રાય સરકારના રાય સરકારના પરિણામ લક્ષી કાર્યક્રમો, અભિયાનો અને યોજનાઓ દ્રારા વનબંધુઓનું જીવનધોરણ ઐંચુ લાવવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વહીવટી સેવાઓમાં પેરેડાઈમ શિટ કયુ છે. છેલ્લ ા બે દાયકામાં વનબંધુઓનો સવાગી વિકાસ થયો છે. આજનો આદિજાતિ બાંધવ સામાજિક ક્ષેત્રે પણ અગ્રેસર બન્યો છે.
આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તીપત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં વિશ્ર્વ આદિવાસી દિવસની રાય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું જીવતં પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતું. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કયુ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લ ા કલેકટર નેહા કુમારીએ સૌને આવકાર્યા હતા. અને આ કાર્યક્રમ પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થએ આભાર દર્શન સાથે સંપન્ન કર્યેા.
આ પ્રસંગે જિલ્લ ા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જિલ્લ ા વિકાસ અધિકારી સી એલ પટેલ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વલવાઈ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, અગ્રણી દશરથભાઈ બારીયા સહિત સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech