ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા પછી આગળ અભ્યાસ માટે પ્રવેશ મેળવવા નોન–ક્રિમિલેયર ના દાખલા કઢાવવા માળી ભવનમાં વિધાર્થીઓની ભારે ભીડ રહેતી હોય છે અને વ્યવસ્થાના નામે મોટો શુનયાવકાશ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. આ બાબત રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના ધ્યાન પર આવતાં તેમણે ગ્રામ્ય પ્રાંત અધિકારી બીમલ ચક્રવર્તીને યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી.
ગ્રામ્ય પ્રાંત અધિકારી બીમલ ચક્રવર્તી આજે સવારે રેવન્યુ વિભાગના કર્મચારીઓની ટીમ સાથે બહત્પમાળી ભવન ખાતે પહોંચી ગયા હતા અને વિધાર્થીઓને પડતી મુશ્કેલી ધ્યાનમાં રાખી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સહિતનાઓ સાથે બેઠક કરી હતી અને દાખલા કાઢી આપવાની કામગીરી ઝડપી બને તે માટે વધારાના બે કોમ્પ્યુટર અને બે ઓપરેટર આ કામગીરી માટે રેવન્યુ વિભાગમાંથી ફાળવ્યા છે.
કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી યારે વારો આવે ત્યારે ડોકયુમેન્ટ ઘટે છે કે તેવા કોઈ બહાને વિધાર્થીને હેરાન ન થવું પડે તે માટે અરજીઓની સકૃટીનીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે બહત્પમાળી ભવનના કેમ્પસમાં જ આવેલ કર્મચારી મંડળની ઓફિસ ખોલાવી ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રામ્ય પ્રાંત અધિકારી બીમલ ચક્રવર્તીના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા પછી સારી અસર જોવા મળી છે. ૩૭૦ ટોકન આજે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં આપવામાં આવ્યા હતા અને તેમાં સકૃટીની માટેની એક પણ અરજી પેન્ડિંગ ન હતી. ૨૫ અરજદારોના ફોટા લેવાનું કામ બાકી હતું અને તે પણ ગણતરીના કલાકોમાં પૂંરુ થઈ જશે
છેલ્લા ત્રણ દિવસથી બહુદેકારા કરનાર વાલીઓનો સહકાર આપવામાં ઇનકાર
દાખલા કાઢી આપવાની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના જણાવ્યા મુજબ વ્યવસ્થામાં જે કોઈ તકલીફ પડી રહી છે તેમાં મહદંશે વિધાર્થીઓ સાથે આવેલા તેમના વાલીઓ કારણભૂત છે. વાલીઓ પણ વિધાર્થીઓ સાથે લાઈનમાં ઊભા રહેતા હોવાથી વ્યવસ્થા જાળવવાનું મુશ્કેલ બની જાય છે. વાલીઓને અલગથી બેસવા માટે વ્યવસ્થા કરી આપી હતી અને તેમના સંતાનોનો યારે વારો આવે ત્યારે તેમની સાથે જવા જણાવ્યું હતું. પરંતુ મોટાભાગના વાલીઓ તેમાં સંમત થયા ન હતા.
કર્મચારી મંડળની ઓફિસ ખોલાવી
પ્રમાણપત્ર મેળવવા માટે યારે અરજી રજૂ થાય ત્યારે તે સંપૂર્ણ હોય અને કોઈ જાતના વાંધાવચકા કાઢી ન શકાય તે માટે સકૃટીનીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે બહુમાળી ભવનમાં આવેલી કર્મચારી મંડળની ઓફિસ ખોલાવી ત્યાં કર્મચારીઓને બેસાડી આ કામગીરી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech