નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

  • January 29, 2025 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની  ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી છે.આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.આ ચૂંટણી દરમ્યાન ચૂંટણી સબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓના અમલ માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવે છે.


જે અનુસાર જેમાં છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચી અથવા નિતીનો ભંગ થતો હોય કે જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા પર ઉપરોક્ત વિસ્તારમાં આ આદેશની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application