મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

  • February 15, 2025 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના રોજ યોજાનાર છે.

મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઇ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઇ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઇ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઇલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર ઉપરોકત વિસ્તારના મતદાન મથકોમાં મતદાન એજન્ટપ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટા તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઇલ ફોન સાથે તા.૧૬/૦૨/૨૦૨૫ ના સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી પ્રવેશ કરી શકશે નહી.

ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને, ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ/કર્મચારીઓ/વ્યક્તિઓને મતદાન મથકમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા પરનો પ્રતિબંધ લાગુ પડશે નહિ.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application