રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કરેલા બજેટમાં કુલ રૂા.૫૦ કરોડના ખર્ચે ૧૮ નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનો ઉપર નવો કરબોજ નાંખ્યા વિના ખર્ચમાં કાપ મૂકીને અને જમીન વેચાણનો ટાર્ગેટ વધારીને નવા પ્રોજેકટ સૂચવવામાં આવ્યા છે તેમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરએ જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત વિગતો જાહેર કરતા ચેરમેનએ ઉમેયુ હતું કે, મહેસુલી ખર્ચમાં રૂા.૧૫ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ જમીન વેચાણના ટાર્ગેટમાં રૂા.૧૨ કરોડનો વધારો કરવામાં આવ્યો છે આ સહિતના ફેરફારો કરીને રૂા.૫૦ કરોડની રકમ એડજસ્ટ કરીને નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે.
સાઉથ ઝોનમાં કયા વોર્ડનો સમાવેશ
કોઠારિયા વિસ્તારને સાઉથ ઝોનની ભેટ આપવામાં આવી છે તેમાં દૂધસાગર માર્ગથી શરૂ કરીને વોર્ડ નં.૧૫, કોઠારિયા રોડ ઉપરનો વોર્ડ નં.૧૬, ૧૭ અને કોઠારિયા ગામતળનો વોર્ડ નં.૧૮ સહિતનો સમાવેશ કરાયો છે. હાલમાં જે રીતે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન ઓફિસ છે તે રીતે કોઠારિયા વિસ્તારમાં સાઉથ ઝોનની ઓફિસ બનશે અને ત્યાં આગળ અલગ સ્ટાફ–સેટઅપ પણ ઉપસ્થિત કરાશે તે માટે બજેટમાં રૂા.૬ કરોડની જોગવાઈ કરાઈ છે.
મોંઘવારી વધતા ગ્રાન્ટ વધારાઈ
નગરસેવકોને પ્રતિવર્ષ રૂા.૧૫ લાખની ગ્રાન્ટ અપાતી હતી પરંતુ આટલી નાની રકમમાં કઈં વિશેષ કામો થઈ શકતા ન હોય તેમાં રૂા.૫ લાખનો વધારો કરી વાર્ષિક રૂા.૨૦ લાખની ગ્રાન્ટ કરાઈ છે આ માટે બજેટમાં રૂા.૩.૬ કરોડ ફાળવ્યા છે. યારે મેયરને ૬ લાખથી વધારી ૮ લાખ, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન અને વિપક્ષી નેતાને ૪.૫૦ લાખથી વધારી ૬ લાખની ગ્રાન્ટ અપાશે. ડે.કમિશનરને રૂા.૧૫ લાખ સુધીની ખર્ચ મંજૂરીની સત્તા પ્રદાન કરાઈ છે.
આજી જીઆઈડીસીને જોડતો નવો બ્રિજ બનશે
રાજકોટ શહેરના આજી જીઆઈડીસી એરિયામાં નવો બ્રિજ બનાવવામાં આવશે જેમાં કોઠારિયા રોડ, દેવપરા તથા લાગુ વિસ્તારોમાંથી જતા લોકો દેવપરાના ૮૦ ફત્પટ રોડ ઉપરથી સીધા ઔધોગિક એકમો સુધી જઈ શકે તે માટે આજી જીઆઈડીસીના હૈયાત રોડને જોડવા માટે નદી ઉપર બ્રિજ બનાવવામાં આવશે આ માટે રૂા.૪ કરોડ ફાળવ્યા છે.
કોમ્યુનિટી હોલનું રિનોવેશન
વોર્ડ નં.૩, ૧૧ અને ૧૮માં નવા કોમ્યુનિટી હોલ બનાવાશે તેમજ વોર્ડ નં.૬ના મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરવામાં આવશે.
શાળાઓનું નવીનીકરણ અને મોડેલ સ્કૂલ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટે કુલ રૂા.૪૨ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું સ્ટેન્ડીંગ ચેરમેનએ જણાવ્યું હતું. દરમિયાન આજે મંજૂર થયેલા બજેટમાં કિશોરસિંહજી સ્કૂલ નં.૧ અને વિક્રમ સારાભાઈ સ્કૂલ નં.૫૧ના નવીનીકરણ માટે રૂા.૨ કરોડની જોગવાઈ કરાઈ છે.
૬૩ આંગણવાડીઓ માલિકીના મકાનમાં બનાવાશે
રાજકોટ શહેરમાં હાલમાં ૬૩ આંગણવાડીઓ ભાડુતી મકાનમાં કાર્યરત છે આ તમામ આંગણવાડીઓ માટે માલિકીના મકાનો બનાવાશે તે માટે રૂા.૩ કરોડની ટોકન જોગવાઈ કરાઈ છે. દરેક આંગણવાડીઓમાં વોટર કૂલર, વોટર પ્યોરીફાયર, સબમર્શિબલ પપં મૂકવા માટે રૂા.૧.૫૦ કરોડની બજેટમાં ફાળવણી કરાઈ છે.
સોલાર રૂફટોપ માટે ૨.૫ કરોડની જોગવાઈ
સોલાર રૂફટોપ માટે રૂા.૨.૫ કરોડની જોગવાઈ કરાઈ છે. વિવિધ મ્યુનિસિપલ મિલકતો જેવી કે આરોગ્ય કેન્દ્રો, લાઈબ્રેરીઓ, આંગણવાડીઓ વિગેરે તમામ સ્થળે સોલાર રૂફટોપ મુકવા બજેટમાં જોગવાઈ કરાઈ છે.
વોર્ડ ઓફિસ નવીનીકરણ માટે ૧.૮૦ કરોડની જોગવાઈ
શહેરના અનેક વોર્ડની ઓફિસો જૂની અને જર્જરીત થઈ ગઈ હોય તેમજ સમયને અનુરુપ સુવિધાઓ ન હોય તમામ વોર્ડ ઓફિસોના નવીનીકરણ કરવા તેમજ નવી વોર્ડ ઓફિસો બનાવવા માટે ૧.૮૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
સ્માર્ટ સોસાયટીઓની સફાઈ ગ્રાન્ટ ડબલ
શહેરમાં આવેલી વિવિધ સ્માર્ટ સોસાયટીઓની સફાઈ ગ્રાન્ટ બમણી કરવામાં આવી છે. હાલમાં પ્રતિ ચો.મી. દિઠ રૂા.૧.૫૦ની ગ્રાન્ટ અપાઈ છે તે વધારીને રૂા.૩ કરવામાં આવી છે. આ માટે ૧.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
માધાપર સહિતના વિસ્તારોમાં નવા સ્મશાન
માધાપર અને મોરબી રોડ વિસ્તારની જય જવાન જય કિસાન સોસાયટીમાં નવું સ્મશાન બનાવવા માટે ૪.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઉપલાકાંઠે લાઈટીંગ માટે ૧.૫૦ કરોડ
શહેરના ઉપલાકાંઠે ૮૦ ફત્પટ રોડ ઉપર સેટેલાઈટ ચોકથી રેલ્વે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી તેમજ કુવાડવા રોડ ઉપર જૂના જકાતનાકાથી મહાપાલિકની હદ સુધીના રસ્તા ઉપર સેન્ટ્રલ રોડ ડિવાઈડર બનાવી અને સેન્ટ્રલ લાઈટીંગ કરવા માટે રૂા.૧.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
જામનગર રોડ, રીંગરોડ–૨ અને મોરબી રોડ પર ત્રણ પાર્ટી પ્લોટ
રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષેાથી પાર્ટી પ્લોટ ડેવલપ કરવાની વાતોના વડા થઈ રહ્યા છે પરંતુ આજ દિવસ સુધીમાં એકપણ પાર્ટી પ્લોટ ડેવલપ કર્યેા નથી. શહેરના જામનગર રોડ ઉપર બજરંગવાડીથી આગળ આવેલી ગાયત્રીધામ સોસાયટીમાં ૧૦,૧૫૮ ચો.મી.ના પ્લોટમાં, રીંગરોડ–૨ ઉપર મવડી–કણકોટ રોડ નજીક પીરામીડ પાર્ટી પ્લોટની પાસે ૯,૬૭૮ ચો.મી.ના પ્લોટમાં તેમજ ઈસ્ટ ઝોનમાં મોરબી રોડ પર માધાપરથી મોરબી રોડ ઉપર જતા રસ્તાની વચ્ચે ૪,૯૮૧ ચો.મી.ના પ્લોટમાં પાર્ટી પ્લોટ ડેવલપમેન્ટ કરવામાં આવશે તેમ ચેરમેનએ બજેટમાં જાહેર કયુ હતું.
વોંકળા પાકા બનાવવા માટે ૩.૫૦ કરોડ ફાળવ્યા
શહેરના તમામ ૩૬ વોંકળાને સિમેન્ટ–કોંક્રીટથી પાકા બનાવવા માટે બજેટમાં સૂચવ્યું છે. જેમાં સૌપ્રથમ પેડક રોડ ઉપરના વોંકળાને પાકો બનાવવા માટે રૂા.૩.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરમાં ત્રણ મહિલા હોકર્સ ઝોન બનશે
રાજકોટ શહેરમાં વધુ ત્રણ મહિલા હોકર્સ ઝોન બનાવવાનું બજેટમાં જાહેર કરાયું છે અને આ માટે રૂા.૧.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કયા સ્થળે હોકર્સ ઝોન બનશે તે હવે પછી લોકેશન નક્કી કરાશે.
નવી લાઈબ્રેરીઓ બનાવાશે
શહેરના માધાપર વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં નવી લાઈબ્રેરી બનાવવા માટે તેમજ લમીનગર વિસ્તારમાં હૈયાત લાઈબ્રેરીનું રિનોવેશન કરવા બજેટમાં સૂચવ્યું છે. માધાપરમાં નવી લાઈબ્રેરી બનાવવા ૧ કરોડની ફાળવણી કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech