હવેથી 24 કેટેગરીમાં અપાશે એવોર્ડ
હવે ઓસ્કાર એવોર્ડમાં એક નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. અન્ય કેટેગરીની જેમ હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની તક મળવાની છે. આ પુરસ્કાર 98માં એકેડેમી એવોર્ડથી ઉમેરો કરવામાં આવશે. આ અગાઉ અત્યાર સુધી 23 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવતા હતા. હવે તે કેટેગરી 24ની થશે.
ઓસ્કાર એવોર્ડને સિનેમાની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. દર વર્ષે આ એવોર્ડની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી મહિને 96મો એકેડેમી એવોર્ડ્સ યોજાવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા ઓસ્કાર એવોર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
’96માં એકેડેમી એવોર્ડ્સ’ પહેલા એકેડમીએ ઓસ્કાર એવોર્ડ્સમાં એક નવી કેટેગરીને ઉમેરી છે. આ કેટેગરી કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે શરૂ કરવામાં આવી છે. એટલે કે હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સને પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની તક મળવાની છે.
કાસ્ટિંગ ડિરેક્ટર શું છે?
કાસ્ટિંગ ડિરેક્ટર્સ ફિલ્મ અથવા ટીવી સિરિયલોના કેરેક્ટરને જીવંત કરવા માટે સ્ટાર્સની શોધ કરે છે. તેઓને પ્રોડક્શન કંપની દ્વારા એક્ટર્સને રોલ સાથે મેચ કરવા માટે રાખવામાં આવે છે. કાસ્ટિંગ ડાયરેક્ટર્સ સ્ક્રિપ્ટ વાંચે છે અને નિર્માતાઓ અને દિગ્દર્શકો સાથે મુલાકાત કરીને તેઓ કેવા પ્રકારની વ્યક્તિ શોધી રહ્યા છે તેનો ખ્યાલ મેળવે છે.કાસ્ટિંગ ડિરેક્ટર ફિલ્મની સ્ક્રિપ્ટ અનુસાર કલાકારોની પસંદગી કરે છે. દરેક ભૂમિકા માટે તે કલાકારોનું ઓડિશન લે છે અને તેમને પસંદ કર્યા પછી કલાકારોના નામ ડિરેક્ટરને મોકલે છે.
કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે નવી કેટેગરી બનાવવામાં આવી છે
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના બોર્ડ ઓફ ગવર્નર્સે પોતે જ માહિતી આપી છે કે, કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે એક નવી કેટેગરી બનાવવામાં આવી છે. હવે 2025માં રિલીઝ થનારી ફિલ્મોને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. ’98માં એકેડેમી એવોર્ડ્સ’થી આ એવોર્ડ માટે દાવેદારી નોંધાવામાં આવશે. અત્યાર સુધી ઓસ્કારમાં કુલ 23 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવતા હતા. કાસ્ટિંગ ડિરેક્ટર્સ કેટેગરી શરૂ થયા બાદ હવે 24 કેટેગરી થશે.
અત્યાર સુધી આ કેટેગરીને મળતો રહ્યો છે ઓસ્કાર એવોર્ડ
એક્ટર ઇન અ લીડિંગ રોલ
એક્સટ્રેસ ઇન અ લીડિંગ રોલ
એક્ટર ઇન સપોર્ટિંગ રોલ
એક્સટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલ
એડિંટિંગ
ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ
મેકઅપ એન્ડ હેયરસ્ટાઈલિંગ
મ્યુજિક ઓરિજિનલ સ્કોર
મ્યુજિક ઓરિજિનલ સોન્ગ
બેસ્ટ પિક્ચર
પ્રોડક્શન ડિઝાઇન
એનિમેટેડ શોર્ટ ફિલ્મ
લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ
સાઉન્ડ
એનિમેટેડ ફીચર ફિલ્મ
સિનેમાટોગ્રાફી
કોસ્ટ્યુમ ડિઝાઇન
ડાયરેક્ટીંગ
ડોકયુમેંટ્રી ફીચર ફિલ્મ
ડૉક્યૂમેંટ્રી શોર્ટ ફિલ્મ
વિજ્યુઅલ ઇફેક્ટ્સ
રાઇટિંગ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે
રાઇટિંગ ઓરિજિનલ સ્ક્રીનપ્લે
10 માર્ચે ડોલ્બી થિયેટરમાં યોજાશે ફંક્શન
આ વર્ષે ઓસ્કાર એવોર્ડ 10 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે. તેના નામાંકન જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે નોમિનેશનમાં ‘ઓપનહેઇમર’, ‘બાર્બી’ અને ‘પૂઅર થિંગ્સ’નો દબદબો છે. આ વખતે ‘ઓપનહેમર’ ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. આ મુવીને કુલ 13 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્યારે બાર્બીને 8 કેટેગરીમાં અને પુઅર થિંગ્સને 11 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech