ધનકુબેરોની યાદીમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. બર્નાર્ડ આર્નેાલ્ટ વિશ્વના સૌથી અમીર વ્યકિતનો તાજ ગુમાવ્યા બાદ બીજા ક્રમે આવી ગયા છે. એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ અને એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યકિત જેફ બેઝોસે ફરી આ સ્થાન હાંસલ કયુ છે. જયારે ગૌતમ અદાણી છેક તેરમા સ્થાને સરકી ગયા છે, જયારે અંબાણી ૧૧માં ક્રમે યથાવત રહ્યા છે.
નજીકના સમયમાં અમીરોની યાદીમાં ટોચના સ્થાને ત્રણ મોટા ફેરફારો થયા છે. પહેલા બર્નાર્ડ આર્નેાલ્ટે ઈલોન મસ્કને હરાવ્યા અને પછી જેફ બેઝોસે આર્નેાલ્ટને પાછળ ધકેલ્યા છે. આ પછી આર્નેાલ્ટે ફરી એક વાર બેજોસને પાછળ છોડી દીધા અને આજે બેઝોસે આર્નેાલ્ટને બીજા ક્રમે સરકાવ્યા છે. જેફ ૨૦૦ બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં અબજોપતિ નંબર વન બન્યા છે એટલું જ નહીં પરંતુ તે ૨૦૦ બિલિયન ડોલર સંપત્તિના માલિક એકમાત્ર અબજોપતિ પણ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસના લેટેસ્ટ અપડેટ અનુસાર જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી અમીર વ્યકિત છે. તેમની કુલ સંપત્તિ ૨૦૧ અબજ ડોલર છે. બુધવારે તેમની સંપત્તિમાં ૨.૧૬ અબજ ડોલરનો વધારો થયો અને બર્નાર્ડ આર્નેાલ્ટની સંપત્તિમાં ૨.૮૦ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. બર્નાર્ડને નુકસાનનો માર સહન કરવો પડો અને તે પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને સરકી ગયા છે. બર્નાર્ડની કુલ સંપત્તિ ૧૯૯ બિલિયન ડોલર છે.
અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી વધુ એક સ્થાન સરકીને ૧૬મા સ્થાને પહોંચી ગયા છે. તેમની પાસે ૯૫.૭ બિલિયન ડોલરની નેટવર્થ છે. બીજી તરફ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી વધુ મજબૂત થઈને ૧૧મા સ્થાને પહોંચી ગયા છે. તેમની પાસે ૧૧૦ બિલિયન ડોલરની સંપત્તિ છે. ટોચના–૧૦ અબજોપતિઓમાં, માત્ર બર્નાર્ડને બુધવારે નુકસાન થયું હતું. એલોન મસ્કની સંપત્તિમાં ૩.૧૦ બિલિયનનો વધારો થયો છે.
માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં ૩.૨૩ બિલિયનનો વધારો થયો છે. બિલ ગેટસથી લઈને સર્ગેઈ બ્રિન સુધીના દરેકની સંપત્તિ ૩૩૮ મિલિયનથી વધીને ૧.૫ બિલિયન થઈ ગઈ છે. માર્ચ ૨૦૧૨ માં શ કરાયેલ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસ એ ધનકુબેરોની કુલ સંપત્તિના આધારે વિશ્વના ૫૦૦ સૌથી ધનિક લોકોની દૈનિક રેન્કિંગ છે. તે દરેક અબજોપતિની પ્રોફાઇલ ધરાવે છે અને તેમાં એક સાધનનો સમાવેશ થાય છે જે વપરાશકર્તાઓને બહત્પવિધ અબજોપતિઓના નસીબની તુલના કરવાની મંજૂરી આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech