અદાણીએ પોતાના જ શેર ગુપ્ત રીતે ખરીદી ગરબડ કરી

  • August 31, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. એક મીડિયા જૂથના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથે ગુ રીતે પોતાના શેર ખરીદીને સ્ટોક એકસચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કયુ હતું. નવી વિગતો જાહેર થતાં જ ૩૧ ઓગસ્ટના રોજ લિસ્ટેડ અદાણી જૂથની કંપનીઓના શેર ૨% સુધી ગગડી ગયા હતા.

ઓર્ગેનાઈડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોટિગ પ્રોજેકટ (ઓસીઆરપી) દ્રારા આ અહેવાલ ગાર્ડિયન અને ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથે શેર કરવામાં આવ્યો હતો. જેમાં પહેલીવાર અદાણી ગ્રૂપના મોરેશિયસમાં કરેલા વ્યવહારોની વિગતો જાહેર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મુજબ ગ્રૂપ કંપનીઓએ ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન ગુ રીતે તેમના શેર ખરીધા હતા. નોન–પ્રોફિટ મીડિયા ઓર્ગેનાઈઝેશન ઓસીઆરપી દાવો કરે છે કે તેણે મોરેશિયસ અને અદાણી ગ્રૂપના આંતરિક ઈમેલ દ્રારા ટ થયેલા વ્યવહારો જોયા છે. તે કહે છે કે તેની તપાસમાં બહાર આવ્યું છે કે ઓછામાં ઓછા બે કેસ એવા છે કે જેમાં રોકાણકારોએ વિદેશી કંપનીઓ દ્રારા અદાણી ગ્રુપના શેર ખરીધા અને વેચ્યા. પ્રા દસ્તાવેજો અનુસાર, તેઓએ મોરેશિયસ ફંડસ દ્રારા વર્ષેા સુધી અદાણીના શેરોની ખરીદી અને વેચાણ કયુ અને નોંધપાત્ર નફો કર્યેા. આફશોર સ્ટ્રકચર્સને લીધે તેમની સંડોવણી અસ્પષ્ટ્ર રહી. તે એ પણ દર્શાવે છે કે તેમના રોકાણોની જવાબદારી સંભાળતી મેનેજમેન્ટ કંપનીએ વિનોદ અદાણીની કંપનીને તેમના રોકાણમાં સલાહ આપવા માટે ચૂકવણી કરી હતી.


ગુવારે ઓસીઆરપી રિપોર્ટમાં બે રોકાણકારો નાસીર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ–લિંગનું નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો અદાણી પરિવારના લાંબા સમયથી બિઝનેસ પાર્ટનર છે અને તેણે તેના રિપોર્ટમાં આ બંનેની તપાસ કરી છે. મીડિયા હાઉસે દાવો કર્યેા હતો કે ચાંગ અને અહલી દ્રારા રોકાણ કરાયેલા નાણાં અદાણી પરિવાર દ્રારા આપવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી, પરંતુ અહેવાલ અને દસ્તાવેજો પરથી સ્પષ્ટ્ર થાય છે કે અદાણી જૂથમાં તેમનું રોકાણ અદાણી પરિવાર સાથે સંકલન કરીને કરવામાં આવ્યું હતું. . ઓસીઆરપીએ જણાવ્યું હતું કે શું આ વ્યવસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે છે તે પ્રશ્ન તેના પર નિર્ભર કરે છે કે શું અહલી અને ચાંગ પ્રમોટરો વતી કાર્યવાહી કરી રહ્યા છે. અદાણી ગ્રુપમાં અદાણી ગ્રુપ એકમાત્ર પ્રમોટર છે. જો એમ હોય તો, અદાણી હોલ્ડિંગ્સમાં તેમનો હિસ્સો ૭૫% થી વધી જશે. અહલી અને ચાંગે આ બાબતે ઓસીઆરપી સમાચાર લેખ પર ટિપ્પણી કરી ન હતી. ગાર્ડિયન રિપોર્ટર સાથેની મુલાકાતમાંચાંગે કહ્યું હતું કે અદાણી ગ્રૂપના શેર ગુ રીતે ખરીદવામાં આવ્યા હોવાની તેમને કોઈ જાણકારી નથી. તેમણે પૂછયું કે શા માટે પત્રકારોને તેમના અન્ય રોકાણોમાં રસ નથી. તેણે કહ્યું, 'અમે ચોકખા ધંધામાં છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application