અદાણી-હિંડનબર્ગ કેસ પર દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે સેબીને વધુ ૩ મહિનાનો સમય આપ્યો છે. ૨૪ કેસમાંથી ૨૨ માં તપાસ પૂરી થઈ ગઈ છે અને બાકીના ૨ કેસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને વધુ ૩ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે અત્યાર સુધી સેબીની તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી. એટલે કે પ્રશાંત ભૂષણ સહિત અન્ય અરજીકર્તાઓની દલીલો ફગાવી દેવામાં આવી છે.
આ પહેલા ગયા વર્ષે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરથી વધુ ઘટી ગયું હતું.જો કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય દરમિયાન, અદાણી જૂથના શેરમાં જબરદસ્ત વધારો થયો હતો અને જૂથના માર્કેટ કેપમાં રૂ. ૧.૧૯ લાખ કરોડથી વધુનો વધારો થયો હતો અને ગ્રુપનું કુલ માર્કેટ કેપ રૂ. ૧૫ લાખ કરોડને પાર કરી ગયું હતું. હાલમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં લગભગ ૪%નો ઉછાળો છે, કંપનીના માર્કેટ કેપમાં આજે રૂ. ૩૦,૪૮૩.૬૩ કરોડનો વધારો થયો છે. અદાણી પોર્ટ અને સેઝના શેરમાં ૨.૪૦%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૧૪,૧૩૮.૧૧કરોડનો વધારો થયો છે.
અદાણી પાવરના શેરમાં પણ 3 %થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૯,૯૮૯.૪૭ કરોડનો વધારો થયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં ૯%થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે, કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૨૧,૦૯૯.૫૪ કરોડનો વધારો થયો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ૪%નો વધારો જોવા મળી રહ્યો છે તેની માર્કેટ કેપ વધીને ૨૩,૧૯૦.૨૪ થઈ ગઈ છે. અદાણી ટોટલ ગેસના શેરમાં ૭.૪૫% નો ઉછાળો જોવા મળી રહ્યો છે અને, ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૧૦,૯૯૯.૦૭ કરોડનો વધારો થયો છે. અદાણી વિલ્મરના શેરમાં ૪.૯૦%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૪,૦૬૧.૪૯ કરોડનો વધારો થયો છે.
એનડીટીવીના શેરમાં ૫.૮૩%નો ઉછાળો જોવા મળી રહ્યો છે અને માર્કેટ કેપમાં રૂ. ૧૯૯.૫૩ કરોડનો વધારો થયો છે. એસીસી લિમિટેડના શેરમાં ૦.૪૧%નો વધારો જોવા મળી રહ્યો છે,ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૧,૨૬૧.૯૩ કરોડનો વધારો થયો છે. અંબુજા સિમેન્ટના શેરમાં ૧.૭૩%નો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ટ્રેડિંગ સેશનમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૩,૬૫૭.૯૯ કરોડનો વધારો થયો છે.
કોર્ટના નિર્ણય બાદ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ એક્સ પર પોતાનું નિવેદન જારી કર્યું અને કહ્યું કે, ‘દેશના વિકાસમાં તેમનો સહયોગ ચાલુ રહેશે. તેમને દેશના ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ હતો અને હંમેશા રહેશે. માનનીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. જેઓ અમારી સાથે ઉભા રહ્યા તેમનો હું આભારી છું. દેશના વિકાસમાં તેમનો સહયોગ ચાલુ રહેશે. જય હિંદ...'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech