બોલીવૂડના વધુ એક સીનિયર એક્ટર હરીશ મેગનનું નિધન થઇ ગયું

  • July 03, 2023 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મુકદ્દર કા સિકંદર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું
  • છેલ્લે 1997માં ઉફફ યે મહોબ્બ ફિલ્મમાં દેખાયા હતા


બોલીવૂડના સિનિયર એક્ટર હરીશ મેગનનું 1 જુલાઈના રોજ અવસાન થયું. અમિતાભ બચ્ચનની મુકદ્દર કા સિકંદરમાં ઇકબાલ મિયાની ભૂમિકા સહિત અનેક ફિલ્મોમાં સાઇડ રોડ અદા કર્યો કર્યો હતો. તેઓ 'નમક હલાલ', 'ગોલ માલ', 'મુક્કદર કા સિકંદર', 'ચુપકે ચુપકે' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 

 

મનોરંજનની દુનિયામાં 70 અને 80ના દાયકામાં જોવા મળેલા કલાકાર હરીશ મેગનનું 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમિતાભ બચ્ચન સાથે 'નમક હલાલ'માં જોવા મળેલા હરીશના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છે. ધિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) તરફથી તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.  


ફિલ્મ ઈતિહાસકાર પ્રવીણ ઝાએ પણ સોશિયલ મીડિયા દ્વારા હરીશ મેગનને યાદ કર્યા છે. તેમણે લખ્યું છે કે હરીશ મેગનને હિન્દી સિનેમામાં તેમના સુંદર કેમિયો માટે યાદ કરવામાં આવશે, તે FTII ગ્રેજ્યુએટ હતા અને ગુલઝારના આસિસ્ટન્ટ મેરાજના નજીકના મિત્ર હતા. આ કારણે તેને ફિલ્મ 'આંધી'ના ગીતમાં બ્રેક મળ્યો હતો.


હરીશે ગોલમાલ (અમુલ પાલેકરની) અને શહેશાહ જેવી ફિલ્મો દ્વારા બોલિવૂડમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. હરીશના પરિવારમાં પત્ની, દીકરો સિદ્ધાર્થ અને દીકરી આરુષિ છે. હરીશની મોતનું કારણ સામે નથી આવ્યુ. પ્રાપ્ત માહિતી અનુસાર, લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર હરીશ મુંબઇમાં એક એક્ટિંગ સ્કૂલ ચલાવતા હતા.


હરીશના નિધનની જાણકારી ધિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને ટ્વિટર દ્વારા શેર કરી છે. હરીશ 1988થી આ એસોસિએશન સાથે જોડાયેલા હતા. હરીશનો જન્મ 6 ડિસેમ્બર 1946ના રોજ થયો હતો. તેમણે એફટીઆઇઆઇથી એક્ટિંગનું શિક્ષણ લીધું હતું અને તેઓ 1974 બેચના સ્ટુડન્ટ હતા.


ચુપકે ચુપકે, મુકદ્દર કા સિકંદર જેવી ફિલ્મોમાં જોવા મળેલા હરીશ છેલ્લે 1997માં આવેલી ફિલ્મ 'ઉફ્ફ યે મોહબ્બત'માં જોવા મળ્યા હતાં. હરીશ મેગનના નિધન પર તમામ સેલેબ્સ અને ફેન્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application