લાંબી રાહ જોયા બાદ આખરે ઉત્તર ભારતમાં શિયાળાએ દસ્તક આપી છે. ગઈકાલે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઘણા રાયોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. દક્ષિણના રાયોમાં વરસાદ પડી રહ્યો છે, યારે પર્વતીય રાયોમાં બરફ પડી રહ્યો છે. હવામાન વિભાગ (આઈએમડી)નું અનુમાન છે કે ૧૫ નવેમ્બર પછી ઉત્તર ભારતના રાયોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. ઘણા રાયોમાં ધુમ્મસ પણ રહેશે.
આઈએમડી અનુસાર, આ વર્ષે દેશમાં તીવ્ર શિયાળો પડવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખડં અને જમ્મુ–કાશ્મીરમાં શિયાળાની વધુ અસર થઈ શકે છે. તીવ્ર ઠંડીનો સીધો સંબધં લા નીના સાથે છે. તેના સક્રિય થવાને કારણે દિલ્હી–એનસીઆર સહિત દેશના ઉત્તર, ઉત્તર–પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડશે. જો કે લા નીનાની સંપૂર્ણ અસર આગામી દિવસોમાં સ્પષ્ટ્ર થશે. ગઈકાલે સવારે ઉત્તર ભારતના ઘણા શહેરો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. દિવસ અને રાત્રિના તાપમાનમાં તફાવતનો અનુભવ થવા લાગ્યો છે. આગામી થોડા દિવસોમાં દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી–એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે ગઈકાલે વિઝિબિલિટી અત્યતં ઓછી થઈ ગઈ હતી. શુક્રવારે આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ જશે.
દિલ્હી સરકારે રાજધાનીની બગડતી હવાની ગુણવત્તાને પહોંચી વળવા શુક્રવારથી ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (જીઆરએપીઈ–૩) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ડીઝલ પર ચાલતા અને બીએસ ૩ અથવા તેનાથી નીચેના સ્ટાન્ડર્ડ ધરાવતા વાહનો પર પ્રતિબધં મૂકવામાં આવશે. બાંધકામ, તોડફોડ અને ખાણકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબધં રહેશે.
દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવાનાં પગલાં લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ ૧૮ નવેમ્બરે સુનાવણી કરશે.
દિલ્હી–એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે ગઈકાલે સતત બીજા દિવસે એરલાઇન્સ ખોરવાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હી એરપોર્ટ પર ૩૦૦થી વધુ લાઇટસ મોડી પડી હતી. ૧૧૫ લાઈટ દિલ્હી આવી રહી હતી અને ૨૨૬ ઉપડતી લાઈટસ ૧૭ થી ૫૪ મિનિટ મોડી પડી હતી. દિલ્હીનું આઈજીઆઈ એરપોર્ટ દરરોજ લગભગ ૧,૪૦૦ લાઈટસનું સંચાલન કરે છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આવતી ૩૫ ટ્રેનો પણ ત્રણથી ૧૭ કલાક મોડી પડી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ–પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં સાયકલોનિક સરકયુલેશન પશ્ચિમ તરફ આગળ વધે તેવી શકયતા છે. દક્ષિણના રાયોમાં વરસાદ પડી શકે છે. આ સાથે તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને માહેમાં ૧૫ થી ૧૭ નવેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech