નાઘેડી પાટીયા પાસે ટ્રક હડફેટે એકટીવા ચાલકનું મૃત્યુ

  • May 15, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક નાઘેડી પાટીયા પાસે એકટીવાને ટ્રકે ઠોકર મારતા આઘેડનું કરુણ મૃત્યુ થયુ હતું.
જામનગર નજીક નાઘેડીના અવધ નગરીમાં રહેતા ગેરેજ વેલ્ડીંગના ધંધાર્થી સંજય ગોવિંદભાઇ ગોવદીયાએ સિકકા પોલીસમાં ટ્રક નં. જીજે૧૦ટીએકસ-૭૨૭૯ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
શનિવારે મોડી સાંજે નાઘેડી પાટીયા પાસે ઉપરોકત ટ્રકના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી એકટીવા નં. જીજે૨૫કે-૨૨૦૪ લઇને આવી રહેલા ગોવિંદભાઇ વિઠલભાઇ નામના આઘેડને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો હતો જેમાં ગંભીર ઇજા સબબ ગોવિંદભાઇનું મૃત્યુ નિપજયુ હતું બનાવની જાણ થતા સિકકા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application