નંબર પ્લેટ નહીં આપનાર ડીલર સામે કાર્યવાહી થશે

  • November 09, 2023 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે એક મોટો ફેરફાર કરીને નંબરપ્લેટ વિનાના વાહનો પર તવાઇ બોલાવવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, નંબરપ્લેટ નહીં આપ્નારા વાહન ડીલરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે હવે નંબર પ્લેટ વિનાના વાહનચાલકો તેમજ વાહન ડીલરો સામે તવાઇ આવશે. થોડાં સમય પહેલાં જ વિભાગે એક આદેશમાં જણાવ્યું હતું કે માર્ગ પર હજી પણ એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન લખેલા વાહનો ફરી રહ્યાં છે, જેના માટે વાહન ડીલર અને વાહનચાલક બન્ને જવાબદાર છે. વાહન પર હવે આવા સ્ટીકરો ચાલશે નહીં. વાહનચાલકો પસંદગીનો નંબર ન આવે ત્યાં સુધી વિના નંબરપ્લેટ વાહન ચલાવતા જોવા મળે છે પરંતુ હવે આ સિસ્ટમ બંધ થઇ રહી છે. જો કોઇ વાહન નંબર પ્લેટ સાથે કે ટેમ્પરરી નંબર સાથે માર્ગો પર ફરતા હશે તો વાહન વ્યવહારના અધિનિયમ પ્રમાણે તેનો દંડ ભરવાનો રહેશે.હવે પછી કોઇ વાહન નંબરપ્લેટ વિનાનું ધ્યાનમાં આવશે તો તેનો દંડ ભરવો પડશે.વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નવો નિયમ ટુ-વ્હિલર, થ્રી વ્હિલર, કાર, માલસામાનના વાહનો, ટ્રેક્ટર અને અન્ય વાહનોને લાગુ પાડવામાં આવી રહ્યો છે. આ પ્રકારના વાહનોને આરટીઓમાં ફિઝિકલ વેરિફિકેશનની જરૂર રહેશે નહીં.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application