ગંગાજળીયા તળાવ સહિત બજાર વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહી

  • August 21, 2024 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા બોરતળાવ તેમજ રાજકોટ રોડ પરથી ટ્રાફિકમાં અડચણરૂપ અસ્થાયી દબાણો દૂર કરી  લારી, ટેબલ, ગેસનો બાટલો, ચૂલો અને અન્ય સામાન  જપ્ત કરાયા બાદ શહેરના તળાવ વિસ્તાર તેમજ આંબાચોક, મુખ્ય બજાર, વોરા બજાર તેમજ પીરછલ્લામાં દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
 તંત્ર દ્વારા  ગંગાજળિયા તળાવ મલ્ટી લેવલ પાર્કિંગ પાસેથી ૭ લારી, ૨૪ કેરેટ, ૬ પ્લાસ્ટિક ટેબલ, લોખંડનું ટેબલ જપ્ત કર્યું હતું. આંબાચોક રોડ, મેઈન બજાર, પીરછલ્લામાંથી દબાણો દૂર કરી ૯ ટેબલ, ૩૮ ટીંગણી, ૧૦ પ્લાસ્ટિક તાલપત્રી સહિતનો સામાન જપ્ત કર્યો હતો.  નવનિયુક્ત કમિશનર હાજર થતા દબાણ હટાવ સેલ પણ સક્રિય બન્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application