ઉનાના ઉમેજ ગામે કરોડોની સરકારી જમીનનું દબાણ દૂર કરવા કાર્યવાહી
ઉનાના ઉમેજ ગામે કરોડોની સરકારી જમીનનું દબાણ દૂર કરવા કાર્યવાહી
June 17, 2026 10:47 AM
ઉના તાલુકાના ઉમેજ ગામમાં અને સીમમાં લોકોએ સરકારી જમીન અને ગૌચર જમીન ઉપર ત્રણસો વિઘા જેની કિંમત કરોડો રૂપિયા થાય છે તેમાં દબાણ કરી આંબાના ઝાડ વાવી મકાન બનાવી પેશકદીમી કરેલ હોય ગ્રામપંચાયત અને ઉના મામલતદાર કચેરી દ્રારા દબાણ કરેલ લોકોને હટાવવા નોટિસ આપી હતી તેમ છતાં દબાણ ના હટાવતા ઉનાના નાયબ મામલતદાર, આઠ તલાટી મંત્રી, ૨૧ પોલીસ બંદોબસ્ત સાથે ચાર જેસીબી મશીન લઈ દબાણ હટાવવાનું કામ શરૂ કયુ હતું ઘણા લોકોએ જમીન ઉપર આંબાના ઝાડ વાવી ખેતીના પાક પણ લેતા હતાં. અંદાજિત ૩૦૦ વિઘા જમીન ઉપર દબાણ હોય તે હટાવી કરોડો રૂપિયાની ગૌચર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે, કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખેલ છે