ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો મહુવા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી આધારે મહુવા, નવા ઝાપા,વાસણ ઘાટની પાસે રહેતા ભુપતભાઈ વિઠલભાઈ વાળા તેમની વાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દારૂની ૧૧૭બોટલ મળી આવી હતી. મહુવા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવેલી આંબાવાડીમાં દારૂનુ વેચાણ કરવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળી હતી, જેના પગલે ભાવનગર એલસીબીએ રેડ પાડી હતી, જે રેડમાં ભુપતભાઈ વિઠલભાઈ વાળા તેમની વાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ ૧૧૭ બોટલ (કિં. ૪૨,૧૨૦) નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ભુપતભાઈ વિઠલભાઇ વાળા (ઉ.વ. ૩૫, ધંધો,ખેતીકામ રહે.નવાઝાપા વાસણ ઘાટની સામે આંબા વાડી મહુવા)ની અટકાયત કરી હતી, જ્યારે આ ગુનામાં સામેલ વિજય ઉર્ફે ગટી મનુભાઇ વાસીયા (રહે.નવા ઝાપા મહુવા)ને ઝડપવાનો બાકી હોવાનુ જણાવાયુ હતુ, આ મામલે બંનેની વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech