જામનગરમાં ગરમીનું પ્રમાણ ઓછુ રહેવાથી લોકોને રાહત: ગરમીમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે: તા.12 થી 18 માવઠાની શકયતા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે ગરમીમાં થોડો વધારો થયો છે, હજુ ત્રણ દિવસ આકરો તાપ રહેશે અને એપ્રિલ અને મે મહીનામાં અવારનવાર હીટવેવ રહેવાની આગાહી અત્યારથી જ હવામાન ખાતાએ કરી દીધી છે, સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા હિટવેવ સામે એકશન પ્લાન જાહેર કરાયો છે અને તમામ જિલ્લા કલેકટરોને આ અંગે સુચના પણ આપી છે, આગામી દિવસોમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે અને તા.12 થી 18 એપ્રિલ દરમ્યાન માવઠુ થશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ વર્ષે ફરીથી માવઠુ થવાની શકયતા છે ત્યારે તંત્ર દ્વારા હાલ તો હિટવેવને ઘ્યાનમાં લઇને સમગ્ર ગુજરાતમાં 12 થી 4 દરમ્યાન લોકોને ઘરની બહાર ન નિકળવા તેમજ કપડામાં ભીનુ કપડુ માથે ઓઢવા અનુરોધ કર્યો છે. સતત પાણી પીતા રહેવું, ઉપરાંત નાળીયેર પાણી, શેરડીનો રસ પીવા ડોકટરોએ સલાહ આપી છે. ઉલ્ટી થાય કે ચકકર આવે તો તાત્કાલીક નજીકના દવાખાનામાં સારવાર લેવા પણ અનુરોધ કરાયો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 33.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 23.5 ડીગ્રી, રહ્યું હતું, હવામાં ભેજ 95 ટકા અને પવનની ગતિ 45 થી 50 કિ.મી. પ્રતિકલાક રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 5 તારીખ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં હળવા ઝાપટા પડશે, એટલું જ નહીં વાદળછાયું વાતાવરણ રહેશે. ગઇકાલે સાંજે 45 થી 50 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા હાલારવાસીઓને રાહત થઇ હતી, જો કે આવતીકાલ સુધી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે.
ગઇકાલે રાજકોટનું તાપમાન પણ 40 ડીગ્રીને પાર થઇ ગયું હતું જયારે અમરેલી, જુનાગઢ, ગીર, સોમનાથ સહિતના શહેરોમાં પણ આકરો તાપ જોવા મળ્યો હતો, બપોરે 11 થી 5 દરમ્યાન ઉનાળામાં આકરો તાપ પડે તેવો તાપ પડી રહ્યો છે, સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે અને હજુ ચાર દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર એપ્રિલ અને મે મહીનામાં અવારનવાર હીટવેવ પડશે, કેટલાક શહેરોનું તાપમાન 42 ડીગ્રીને પાર કરી જશે તેમ જાણવા મળે છે. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા ગરમીને લઇને ગુજરાત સહિત કેટલાક રાજયોમાં એડવાઇઝરી કમિટીએ કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે, તેમાં કુલફ (છત)ને ઠંડી રાખવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું છે, વોટર મેનેજમેન્ટ અંતર્ગત ગ્રીન કવર તથા જળાશયોને પ્રોત્સાહન આપવું અને સરકારી દવાખાનામાં પણ હીટવેવની અસર પામેલાઓને તાત્કાલીક દવા આપવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMઆજે તો તને છરી મારી જ દેવી છે, ભત્રીજાને ધમકી આપતા કાકા સમજાવવા જતાં છરી ઝીંકી
November 22, 2024 02:41 PMઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech