દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

  • July 11, 2022 04:33 PM 

પરવાના વગરની જામગરી બંધુક સાથે ધારાગઢનો શખ્સ ઝડપાયો

મીઠાપુર તાબેના સૂરજકરાડી ખાતે રહેતા ડોસાભા ખેતાભા ભગાડ નામના 43 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 30,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. ઓખાના નવીનગરી વિસ્તારમાંથી પોલીસે નિલેશભા જીવણભા કેર નામના 25 વર્ષના યુવાનને રૂ. 20,000 ની કિંમતના હોન્ડા સાઈન મોટર સાયકલ પરથી કેફી પદાર્થ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.

કલ્યાણપુર નજીકની રાવલ પોસ્ટ પાસેથી રૂ. 20,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર પીધેલી હાલતમાં નીકળેલા રાવલ ગામના વશરામ પરબત મેર કોળી (ઉ.વ. 46) અને સલાયાના રજાક ઈસ્માઈલ ચમડિયાને વિસ્તારમાંથી રૂપિયા 20,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપરથી કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે ભાણવડ તાબેના ધારાગઢ વિસ્તારમાં રહેતા અસગર ઉર્ફે અરમાન ઓસમાણ હાસમ સેઠા નામના 21 વર્ષના યુવાનને જિલ્લા એસ.ઓ.જી. વિભાગના હેડ કોસ્ટેબલ નિલેશભાઈ કારેણા તથા ઈરફાનભાઈ ખીરાએ પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application