કેરળની એક સરકારી હોસ્પિટલમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક 4 વર્ષની બાળકી પોતાની આંગળીના ઓપરેશન માટે આવી હતી પરંતુ ડોક્ટરે ભૂલથી તેની જીભની સર્જરી કરી હતી. સર્જરી બાદ બાળકીના માતા-પિતાએ ડોક્ટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ બાબતને લઈને સર્વત્ર હોબાળો થતાં સર્જરી કરનાર ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે 4 વર્ષની બાળકી ડૉક્ટરની બેદરકારીનો શિકાર બની હતી. રિપોર્ટ અનુસાર બાળકીની આંગળી પર સર્જરી કરાવવાની હતી પરંતુ ડોક્ટરે તેની જીભ પર સર્જરી કરી.
જ્યારે આ સમગ્ર મામલે બાળકીના માતા-પિતા સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે બાળકીની છઠ્ઠી આંગળી કાઢી નાખવાની હતી અને તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સર્જરી બાદ બાળકીને ઓપરેશન થિયેટરમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેની જીભ પર સર્જરી કરવામાં આવી છે.
જ્યારે માતા-પિતાએ જીભની સર્જરી જોઈ અને ડોકટરોને પૂછ્યું કે આંગળીને બદલે જીભની સર્જરી કેમ કરવામાં આવી તો તેઓએ કહ્યું કે તેના મોંની અંદર એક ફોલ્લો હતો જે કાઢી નાખવામાં આવ્યો હતો. આ કારણોસર જીભની સર્જરીની જરૂર પડી.
તબીબોની બેદરકારી
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે જ દિવસે બે બાળકોની સર્જરી થવાની હતી. તેથી જ ભૂલથી આ છોકરીની જીભની સર્જરી થઈ ગઈ. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે રોષ છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે મેડિકલ એજ્યુકેશનના નિયામકનો રિપોર્ટ મળ્યા બાદ ડૉ. બિજોન જોન્સનને સસ્પેન્ડ કરી દીધા છે. તેમજ હોસ્પિટલને પ્રોટોકોલનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
છોકરીના પરિવારની ફરિયાદ બાદ પોલીસે ડોક્ટર વિરુદ્ધ આઈપીસીની કલમ 336 અને 337 હેઠળ કેસ નોંધ્યો છે. દરમિયાન વિપક્ષના નેતા વીડી સતીસને આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech