રાજકોટમાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય : આરોપી કેમેરામાં કેદ, ગૌ પ્રેમીઓમાં રોષ

  • May 22, 2023 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેસરી પુલ નીચે ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી રહેલા શખસને માલધારીઓએ ઝડપી લીધો હતો. પાપનો ભાંડો ફૂટતાં એ નરાધમ દોડીને ઘરમાં પૂરાઇ ગયો હતો. જોકે માલધારીઓએ પોલીસને બોલાવી પોલીસ હવાલે કર્યો હતો.પોલીસે આ શખસની આગવી ઢબે સરભરા કરી હતી.આજરોજ બપોરબાદ આરોપીને કોર્ટહવાલે કરાશે.બીજી તરફ આ ઘટનાના પગલે નરાધમ પ્રત્યે ફીટકારની લાગણી વરસી જવા પામી હતી.




શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં કાળુભાઇ દામજીભાઇ મજેઠિયા (ઉ.વ.25) બપોરે એકાદ વાગ્યે ગાય સહિતના તેના પશુઓને કેસરી પુલ નીચે લઇને ગયા હતા અને પશુઓને ઘાસચારો અને પાણી આપી પોતે થોડે દૂર બેઠા હતા. એ દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના અરસામાં નરસંગપરાનો લાલો રમણીક વાળા (ઉ.વ.24) ગાય જ્યાં બેઠી હતી ત્યાં પહોંચ્યો હતો અને થોડા આંટા ફેરા કર્યા બાદ ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવા લાગ્યો હતો.




નરાધમ લાલો વાળા ગાય સાથે દુષ્કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે ત્યાંથી હમીરભાઇ ચારોલિયા પસાર થતાં તેમની નજર લાલા પર પડી હતી અને હમીરભાઇએ પશુપાલક કાળુભાઇને જાણ કરી હતી અને અન્ય પશુપાલકો પણ એકઠા થઇ ગયા હતા.



ગાય સાથે હીન કૃત્ય કરી રહેલા નરાધમ લાલાના કૃત્યનું મોબાઇલથી વીડિયો શૂટિંગ કરી તેની વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા બાદ ટોળું લાલાને પકડવા દોડ્યું હતું. આ વાતની જાણ થતા નરાધમ લાલો વાળા ત્યાંથી નાસીને નજીકમાં આવેલા પોતાના ઘરમાં જઇ રૂમમાં પૂરાઇ ગયો હતો. બીજીબાજુ આ અંગેની જાણ કરાતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને પોલીસે લાલા વાળાને તેના ઘરમાંથી ઝડપી લઈ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસ બપોરબાદ આરોપીને કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application