વિંછીયાના યુવકે એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, યુવકે આર્થિકભીસમાં આવી જઈ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના શિવાજીપરામાં રહેતો અને ભંગારનો ધંધો કરતો મુકેશ મનુભાઈ પાટડીયા (ઉ.વ.35) નામના યુવકે રાત્રીના આગ્યારેક વાગ્યે ઘરે હતો ત્યારે એસિડ પી લેતા પ્રથમ વિંછીયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવક ત્રણ ભાઈ બે બહેનમાં મોટો અને અપરણિત હતો. આર્થિકભીસમાં આવી જઈ આપઘાત કરી લીધાનું પરિવારે જણાવ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
પડધરીમાં આર્થીકભીસથી યુવકે ફિનાઈલ પીધું
રાજકોટ: પડધરીના યુવક અને શાપરની પરણિતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પડધરીના પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે વાલ્મિકી વાસમાં રહેતો પારસ અશોકભાઈ પરમાર (ઉ.વ.23) ના યુવકે ફિનાઈલ પી લેતા પ્રથમ પડધરી બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. યુવક બેભાઈ એક બહેનમાં નાનો છે અને કારખાનામાં મજૂરી કામ કરે છે. દિવાળીનો તહેવાર આવતો હોય અને પૈસા ન હોવાથી આર્થિક ભીંસના કારણે પગલું ભરી લીધું હતું. વધુ તપાસ પડધરી પોલીસે હાથ ધરી છે. બીજા બનાવામાં શાપરના પડવલા રોડ વેલનાથ સોસાયટીમાં પર રહેતા રેખાબેન ડાયાભાઇ પારઘી (ઉ.વ.53) નામના મહિલાએ રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરવામાં આવતા પોલીસે કારણ જાણવા નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech