રાજકોટમાં એસિડ એટેકની ઘટના બનવા પામી છે. શહેરની ભાગોળે આવેલા સોખડા ગામમાં રહેતી વર્ષાબેન ગોરીયા (ઉ.વ ૩૪) નામની પરિણીતા પર સોખડા ગામમાં જ રહેતા પ્રકાશ સરવૈયા નામના શખસે એસિડ ફેંકતા મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે તાકીદે તપાસ હાથ ધરી એસિડ એટેક કરનાર આ શખસને સકંજામાં લઈ લીધો હતો.
આરોપી પ્રકાશનું સગપણ વર્ષાએ તેની પિતરાઈ બહેન સાથે કરાવ્યું હોય દરમિયાન આરોપીની મંગેતર પ્રેમ લગ્ન કરી ચાલી જતા આ બાબતનો ખાર રાખી તે કયાં છે તે બાબતે વર્ષા જાણતી હોવા છતા કહેતી ન હોય તેવી શંકા રાખી તેણે એસિડ ભરેલી સ્ટીલની બરણી સાથે અહીં પરિણીતાના ઘરે ધસી આવી તેના પર એસિડ ફેંકયું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામમાં રહેતા વર્ષાબેન માધાભાઈ બોરીયા(ઉ.વ ૩૪) નામની કોળી પરિણીતા પર ગઈકાલ સાંજના અહીં સોખડા ગામમાં જ રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા નામનો શખસ અહીં પરિણીતાના ઘરે એસિડ ભરેલી સ્ટીલની બરણી સાથે ધસી આવ્યો હતો અને બાદમાં તેણે પરિણીતા પર એસિડ ફેંકતા પરિણીતાના ચહેરાના ભાગે તથા શરીરના અન્ય ભાગે એસિડ ઉડતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
એસિડ હત્પમલાની આ ઘટનાને લઇ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી.પી. રજયા સહિતનો સ્ટાફ તાકીદે બનાવસ્થળે બાદમાં હોસ્પિટલે દોડી ગયો હતો. આ અંગે પોલીસે પરિણીતા તથા તેના પરિવારજનોની પૂછપરછ કરતા સગપણને લઇ આ હત્પમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડું હતું.
ભોગ બનનાર વર્ષાબેને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના કાકાની દિકરી પારસબેનની સગાઈ આરોપી પ્રકાશ સાથે કરાવી હોય જે સગાઈ કરાવવામાં વર્ષાબેન મધ્યસ્થી રહ્યા હોય દરમિયાન પારસ અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી જતી રહી હતી. હાલ તે કયાં છે અને તેનું સરનામું જાણવા છતાં કહેતા ન હોવાની શંકા રાખી આરોપીએ તેની સાથે બોલાચાલી કરી એસિડ એટેક કર્યેા હતો.
આ ઘટનાને લઇ કુવાડવા રોડ પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આરોપી સામે બીએનએસની કલમ ૧૨૪(૧), ૩૩૩ મુજબ ગુનો નોંધી આરોપી પ્રકાશ સરવૈયાને સકંજામાં લઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
એક વર્ષ પૂર્વે સગાઇ થઇ હતી
સોખડામાં પરિણીતા પર એસિડ એટેક કરનાર પ્રકાશની એક વર્ષ પૂર્વે પારસ સાથે સગાઇ થઇ હતી. જે સગપણ તેની પિતરાઇ બહેન વર્ષાએ કરાવ્યું હતું.બાદમાં પારસે પ્રેમલગ્ન કરી લેતા આરોપી અહીં ઘરે આવી આ પારસ વિશે પુછતા વર્ષા તેને સમજાવતી હતી કે, હવે તેના લગ્ન થઇ ગયા છે.હવે તું એને ભુલી જા તેમ છતા આરોપી અહીં ઘરે આવતો હતો.દરમિયાન ગઇકાલે તે અહીં સ્ટીલની બરણીમાં એસિડ ભરી લાવ્યો હતો અને પરિણીતા પર એસિડ એટેક કર્યો હતો.
આરોપીની મંગેતરે પ્રેમ લગ્ન કરી લીધાતા
આરોપી સાથે સગપણ થયા બાદ પારસને કોઠારીયાના યુવાન સાથે પ્રેમસંબંધ હોય તેણે તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતાં.જે બાદ આરોપી અવારનવાર અહીં વર્ષના ઘરે આવતો હતો. અને પારસ વિશે પુછપરછ કરતો હોવાનું ભોગ બનનારના પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech