હીરામણી સ્કૂલ’ના વિદ્યાર્થીઓએ કેમલ આર્ટ કોન્ટેસ્ટની રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા તેમજ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. હીરામણિ સ્કૂલના 14 વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ સફળતા મેળવી હતી, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ 7 વિદ્યાર્થીઓએ વિજેતા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
ધ્યાન ભરતભાઈ પટેલ (ધોરણ-3) ગ્રુપ સી વિભાગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ગ્રાન્ટ ફિનાલે અને ઝોનલ લેવલે એમ બંન્નેમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું હતું. રાજ્યકક્ષાએ આરુષ શંકરવાર (ધો.1)માં પ્રથમ અને ઈશા કોલડીયા (ધો.9) એ દ્વિતીય ઈનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શૈક્ષણિક વર્ષ 2025-26માં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એક સાથે 21 ટ્રોફી અને સર્ટીપાપ્ત કરનારી સમગ્ર દેશમાં એકમાત્ર શાળા બની છે સ્કૂલ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
ચિત્રકલાક્ષેત્રે વિધિધ સિદ્ધિઓ મેળવવા બદલ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાનાં સી.ઈ.ઓ. ભગવત અમીન, સ્કૂલનાં આચાર્યો, તમામ ચિત્ર શિક્ષકો સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં