આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરની માલણ નદી કાંઠે આવેલા અવાવરૂ કુવા માંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યાની ચકચારી ઘટના અંગે મહુવા ટાઉન પોલીસે તપાસ હાથ પ્રાથમિક તપાસ દરમ્યાન કિશોરને માથાના ભાગે ગંભીર ઇજા કરી તેની હત્યા નીપજાવી મૃતદેહને દોરીથી બાંધી કુવાનં ફેંકી દેવાયો હોવાનુ ખુલતા આરોપીની તપાસ હાથ ધરી ગણતરીના સમય માંજ આરોપીને ઝડપી લીધો હતો. મહુવાની માલણ નદી કાંઠેના એક અવાવરૂ કુવામાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યાની ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ મહુવા ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષક આર. વી. ડામોરની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ટાઉન પો.સ્ટે.પાર્ટ એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૫૦૮૯૮ બી.એન.એસ..કલમ.૧૦૩(૧) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના વણશોધાયેલ ગુન્હોનાના આરોપીને શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.જે સૂચના હેઠળ મહુવા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં મરણ જનાર ઉવેશભાઇ સલીમભાઇ કાળવાતર (ઉ.વ.૧૭ રહે. મહુવા)ને આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા કરી મરણ જનારના મૃતદેહને દોરી વડે બાંધી અવાવરુ કુવામાં નાખી દેવાયાની મહુવા શહેરમાં ચકચાર મચવનાર ઘટના ઘટેલ. જે બનાવ સંદર્ભે મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બનાવ વાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસી આ ચકચારી હત્યાના આરોપી હસનભાઇ શબ્બીરભાઇ સલાટ (ઉ.વ.૩૦ રહે.નુર સોસાયટી મહુવા વાળા)ને રાઉન્ડ અપ કરીને યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરી બનાવ વાળી જગ્યાએ આવેલ અવાવરું કુવામાં થી મરણ જનારના મૃતદેહને શોધી કાઢીને બનાવ બાબતે ગહન પૂછપરછ કરતા આરોપી હસનભાઇ શબ્બીરભાઇ સલાટ રહે.નુુુર સોસાયટી મહુવાને મરણ જનાર ઉવેશભાઇ સલીમભાઇ કાળવાતરની માતા સાથે આડા સબંધો હોય જે વાતની જાણ મૃતકને થઈ જતાં આરોપી હસન સલાટે ઉવેશને બોલાવી અવાવરું કુવા પાસે લઈ જઈને માથાના ભાગે પથ્થર વડે મરણતોર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવ્યા બાદ મૃતદેહને દોરી વડે બાંધીને કુવામાં ફેંકી દઈને ઘટના ને અંજામ આપી હોવાની કબૂલાત આપતા તેની હત્યાના ગુન્હામાં ધોરણસર ધરપકડ કરી મહુવા ટાઉન પો.સ્ટે.ગુ.ર.ન. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૫૦૮૯૮ બી.એન.એસ..કલમ.૧૦૩(૧) તથા જી.પી.એક્ટ ૧૩૫મુજબના નોંધાયેલા ગુન્હાનો ભેદ ગણતરીના સમય માંજ ઉકેલ્યો હતો.આ કામગીરીમાં પો.ઇન્સ. કે.એસ.પટેલ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈ.આર.એમ.સોલંકી, અના.હેડ કોન્સ.એ.કે.પંડયા, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ વાળા, પો.કોન્સ.જીતેન્દ્રભાઇ કાતરીયા, પો.કોન્સ.રાજુભાઈ પરમાર, પો.કોન્સ.શંભુભાઇ ડાભી તેમજ પો.કોન્સ. વિજયભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
સોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
ઈરાને શરણાગતિ સ્વીકારી, હવે મધ્ય પૂર્વના દાદા નથી રહ્યું, ટ્રમ્પે યુદ્ધ વચ્ચે પોસ્ટ કરી, જાણો બીજું શું લખ્યું
આ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
ફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
કતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech