જામનગરથી ૮૨ લાખનો બ્રાસ વાલ્વનો જથ્થો લઇને નાશી છુટેલો આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા પોલીસની ગીરફતમાં : ઇગલ કાર્ગો કંપનીએ પણ આરોપીને પકડવામાં મહત્વની ભુમીકા ભજવી : એલસીબીએ મુદામાલ કબ્જે કર્યો
જામનગરના દરેડ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ વેપારીનો ૮૨.૨૫ લાખનો બ્રાસનો માલ ભરીને રવાના થયેલો ટ્રક બારોબાર ચાઉં થઇ ગયો હતો જે મામલે ટ્રક ચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી અને આ અંગેની સધન તપાસમાં નાશી છુટેલા આઇસર ડ્રાઇવરને મુદામાલ સાથે એલસીબીએ પકડી પાડયો છે, અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ટુકડીની સાથો સાથ ઇગલ કાર્ગો કંપનીએ પણ આરોપીને પકડાવવામાં મહત્વની ભુમીકા ભજવી હોવાનું સામે આવ્યું છે.
ફરીયાદી તુષાર કિશોરભાઇ ગાગીયા રહે. પુષ્કરધામ સોસાયટીની દરેડ જીઆઇડીસી ફેસ-૩માં ઇગલ કાર્ગો યુનીટ ઓફ ઇગલ ટ્રેડલીંક પ્રાઇવેટ લી. ને એકયુરાવલ્સ પ્રા.લી. સીનર નાસીક (મહારાષ્ટ્ર)ની કંપનીને જામનગર ટોપ મેન્યુફેકચરીંગ કંપની ખાતેથી બ્રાસપાર્ટનો વાલ્વ બોકસ ૩૧૦ જેમાં કુલ ૯૮૩૮ કિ.ગ્રા. રુા. ૮૨.૨૫.૭૮૦નો મુદામાલ તા. ૬-૨ના રોજ આઇસર ટ્રક નં. જીજે૧૦ટીવાય-૭૭૪૩ના ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નિકળેલ હતા બ્રાસના વાલ્વ આરોપી ડ્રાયવરે જે સ્થળે પહોચાડવાના હતા તે સ્થળે નહી પહોચાડી બારોબાર વેચી નાખવા માટે ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કરી ગુનો આચરેલ હતો ગુનામાં આરોપી ફરારી હતો ગુનાની તપાસ પંચ-બી ડીવીઝનના પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા ચલાવી રહયા હતા.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ ગુનાના આરોપીને મુદામાલ સાથે સત્વરે પકડી પાડવા સુચના કરેલ જેથી જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ આર.કે. કરમટા તથા પીએસઆઇ પી.એન. મોરી તથા જામનગર પંચ-બી પોલીસ સ્ટેશન સ્ટાફના પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા તથા એલસીબી તથા પંચ-બી સ્ટાફની ટીમો બનાવી આરોપીને મુદામાલ સાથે પકડી પાડવા કાર્યરત હતા સાથો સાથ ટેકનીકલ સેલ તથા હયુમન સોર્સનો ઉપયોગ કરી હકીકત મેળવામાં આવી હતી.
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, દીલીપભાઇ તલાવડીયા, હીતેન્દ્રસિંહ જાડેજાની ટીમ સુરત જીલ્લાના કામરેજ સુરત હાઇવે પર લસકાણા પાસે તપાસમાં હતા ત્યારે હકીકત મળેલ કે ગુનાનો આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જેઓ બ્રાસના વાલ્વ સગેવગે કરવાની પેરવી કરી છે જેથી આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૭) રહે. રામેશ્ર્વરનગર નંદનપાર્ક-૧, જામનગરવાળાને કામરેજ સુરત મેઇન રોડ પરથી લસકાણા બી.આર.ટીએસ બસ સ્ટેન્ડ સામે, ઇન્ડીયન ઓઇલ પેટ્રોલીયમની બાજુમાં આવેલ દુકાનમાથી બોકસ ૩૧૦માં બ્રાસના વાલ્વ ૯૮૩૮ કિલો કિ. ૮૨.૫૭.૭૮૦ના મુદમાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાખોની કિંમતનો બ્રાસનો વાલ્વ લઇને ડ્રાઇવર ભાગી ગયો હોય જે ફરીયાદના આધારે પોલીસ ટુકડીઓ દ્વારા સધન તપાસ આદરવામાં આવી હતી, દરમ્યાનમાં ફરીયાદી ઇગલ કાર્ગો કંપની દ્વારા પણ પોલીસને જરુરી અને પુરતો સહકાર આપીને તપાસ કાર્યવાહીમાં મદદરુપ બની હતી, જેના કારણે આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડવા અને તેના લોકેશન સુધી પહોચવામાં સફળતા મળી હતી.
આ પ્રકરણમાં પોલીસની ટુકડીઓની સાથો સાથ ઇગલ કાર્ગો કંપનીએ પણ આરોપીને પકડાવવામાં મહત્વની ભુમીકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે, માતબર જથ્થો લઇ જવાના આ ચકચારી પ્રકરણમાં પોલીસે સુરત સુધી ચક્રો ગતીમાન કર્યા હતા અને આરોપી દુકાનમાં માલ રાખીને નાશી છુટવાની પેરવી કરે એ પુર્વે સંયુકત તપાસમાં સફળતા મળી છે. ઇગલ કાર્ગો યુનીટ ઓફ ઇગલ ટ્રેડલીંક પ્રા.લી.વાળાઓએ પોલીસને તપાસમાં મદદરુપ થઇ આપેલો સહકાર પણ આરોપી સુધી પહોચવામાં ખુબજ મહત્વનો સાબીત થયો હતો આમ ઇગલ કાર્ગોનો જરુરી સહકાર આરોપીને પકડવામાં ચાવીરુપ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech