વેરાવળમાં ૧.૧૧ લાખનાં ડ્રગ્સનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • April 10, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ સર્વેલન્સ સ્કોડે ડ્રગ્સના ગુન્હામાં નાસતો ફરતા આરોપીને પોકટકોપ તા ચોકકસ બાતમીના આધારે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હા ધરેલ છે.
​​​​​​​
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લા ના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય ત્યારે ગત તા.૧૨/૦૧/૨૦૨૪ના વેરાવળ ગરીબ નવાઝ કોલોની વિસ્તારમાં દરોડો પાડતા ડ્રગ્સ સહીત કુલ રૂા.૧,૧૧,૭૦૦ ના મુદામાલ સો ત્રણ શખ્સોની અટકાયત કરી નાર્કોટીકસ ડ્રગ્સ પર્દા અધિનિયમની કલમો મુજબનો ગુન્હો નોંધાયેલ હતો. પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. આર.આર.રાયજાદા, એ.એસ.આઇ. વિપુલભાઇ રામસિંગભાઇ, વજુભાઇ ઉગાભાઇ, પો.હેડ કોન્સ. વિશાલભાઇ પેાભાઇ, અનિરુધ્ધસીંહ જયવંતસિંહ, મયુરભાઇ મેપાભાઇ વાઝા, હરેશભાઇ લખમણભાઇ, પો.કોન્સ.પ્રદીપભાઇ વાલાભાઇ, અશોકભાઇ હમીરભાઇ, રોહીતભાઇ જગમાલભાઇ, ભુપતભાઇ નાાભાઇ સહીતના સોમના ટોકીઝ વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ તેમાં અજમેરી કોલોની આઇસા સીદીકી મદ્રેસા પાસે પહોચતા બાતમીના આધારે આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી બુરહાન અબ્દુલસતાર પંજા ઉ.વ.૨૯ ધંધો.મચ્છીનો વેપાર રહે.વેરાવળને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application