જામનગરમા રૂ.૮૦ લાખ નો ચેક પરત ફરવાના કેસ મા આરોપી ને બે વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ મુજબ નાં દંડ નો હુકમ અદાલત દ્વારા કરવામાં આવ્યો છે.
જામનગર ના કાંતુભા સરૂભા જાડેજા એ મોહનલાલ છોટારામજી માલી ની માલિકી ની જમીન અવેજની રકમ રૂા. ૯૦,૦૦,૦૦૦ ચુકવી ખરીદ કરેલ હતી. પરંતુ અન્ય વ્યકિતનો કબજો ભોગવટો હતો. જેથી કંતુભા જાડેજા એ મોહનલાલ પાસે થી ચુકવેલ રકમ પરત લેવા ની માંગણી કરતા પાર્ટ પેમેન્ટ સ્વરૂપે પેટે રૂા. ૪૦,૦૦,૦૦૦ તથા ૪૦,૦૦,૦૦૦ ની રકમ ના બે ચેક આપવામાં.આવ્યા હતા. જે બન્ને ચેક નિધારીત સમયે કલીયર નહી થતા જામનગર ની કોર્ટ માં ફોજદારી બે કેસ દાખલ કરવામાં.આવ્યા હતા. જે કેસમાં બંને વચ્ચે ધરમેળે સમાધાન થયેલ અને રકમ ચુકવવા માટે મોહનલાલ છોટારામજી માલીએ રૂ.૮૦,૦૦,૦૦૦ ની રકમ નો ચેક આપ્યો હતો. તે. ચેક પણ અપૂરતા નાણાં ભંડોળ નાં કારણે પરત ફર્યો હતો.
જેથી ફરિયાદી કાંતુંભા જાડેજા એ જામનગરની અદાલતમાં ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.
તે કેસ જામનગર ના ૭ માં એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટ માં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદી ના વકીલ ની તમામ દલીલો સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટ ના ચુકાદાઓ ધ્યાને રાખી આરોપી મોહનલાલ છોટારામજી માલી ને નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની કલમ હેઠળ તકસીરવાન ઠરાવી બે વર્ષ ની સાદી કેદ ની સજા, તથા ચેકની રકમ રૂપિયા ૮૦,૦૦,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે, અને દંડ ની રકમ ફરીયાદી ને વળતર તરીકે ચુકવી આપવા, તથા જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો આરોપી ને વધુ છ માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસ મા ફરીયાદી કાંતુભા સુરૂભા જાડેજા વતી ધારાશાસ્ત્રી ધર્મેશ.વી.કનખરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલા સનસ્ક્રીન લગાવવું કે મોઇશ્ચરાઇઝર? જાણી લો સાચી રીત
March 19, 2025 04:29 PMટ્રકનું ટાયર ફાટતા દંપત્તિ ઈજાગ્રસ્ત
March 19, 2025 04:18 PMદેવગાણા ગામે શિક્ષકે નજીવી બાબતે વિદ્યાર્થીને માર મારતા સારવાર હેઠળ
March 19, 2025 04:16 PMકુંભારવાડામાં વધુ ૫૦ જેટલાં દબાણ તોડી પડાયા
March 19, 2025 04:12 PMહાથમાં બંદૂક રાખી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શખ્સ ઝડપાયો
March 19, 2025 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech