શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર ફૂટપાથ ઉપર સુવા જેવી બાબતે ત્રણ વર્ષ પૂર્વે રખડતું ભટકતું જીવન જીવતા આધેડને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ કેસની હકીકત મુજબ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા એસટી વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે જેનાભાઈ પોપટભાઈ સરમાળી(ઉ.વ 45) નામના આધેડ રખડતું ભટકતું જીવન જીવતા હોય ગત તા.4-9-2021 ના રોજ 150 ફૂટ રીંગ રોડ હોસ્પિટલની આગળ કૃતિઓનેલા બિલ્ડિંગના સામેના ભાગે રોડની સાઈડમાં ફૂટપાથ ઉપર સુવા બાબતે આરોપી જેન્તી નટુભાઈ જોટાણીયા સાથે ઝઘડો થયો હતો.જેથી આરોપી જેન્તીએ પથ્થરના ઘા ઝીંકી આધેડને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં મૃતક દિનેશ સરમાળીના ભાણેજ કાંતિભાઈ રવજીભાઈ મકવાણાએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા આરોપીને જેલહવાલે કર્યો હતો.
તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ શાહ હાજર રહ્યા હતા.14 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને 31 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે કેસમાં બંનેપક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે સરકારી વકિલની દલીલો, મેડીકલ તથા એફ.એસ.એલ. ના પુરાવાઓ, નજરે જોનાર સાક્ષીની જુબાની તથા સી.આર.પી.સી. ૧૬૪ નુ નિવેદન, આરોપીની વર્તુણક, ગુન્હાની ગંભીરતા તથા સરકાર પક્ષ દવારા રજુ કરવામાં આવેલ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી જયંતી નટુભાઈ જોટાણીયાને આઈ.પી.સી. ૩૦૨ હેઠળ આજીવન સખ્ત કેદની સજા ફરમાવેલ છે.આ કામે સરકાર તરફે સરકારી વકિલ પરાગ એન. શાહે દલીલો કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદ : નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફર્મેશનલ સેન્ટરની શરૂઆત
March 31, 2025 01:09 PMકાલાવડના ખંઢેરા ગામે પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી.ખેતરમાં લાગી આગ
March 31, 2025 01:08 PMમાધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નના ગવાઇ રહ્યા છે ગીત
March 31, 2025 01:08 PMદ્વારકા: 108 કુંડી અતિવિષ્ણુ મહાયજ્ઞ
March 31, 2025 01:07 PMદ્વારકા જિલ્લા કલેકટર સાથે ગૌસેવકોની ખાસ બેઠક
March 31, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech