ભોગ બનનારને 6 લાખનું વળતર ચુકવવા પોકસો અદાલતનો આદેશ
જામનગરમાં બાળાને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ કરી જાતીય સતામણી કરવાના ચકચારી કેસમાં આરોપીને અલગ અલગ પોકસોની કલમમાં 30 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે ઉપરાંત ભોગ બનનારને 6 લાખનું વળતર ચુકવવા અહીંની પોકસો અદાલતે આદેશ કર્યો છે.
જામનગરના ખોડીયાર કોલોની, ન્યુ આરામ કોલોની રેસીડેન્સી વિસ્તારમાં એક પરિવાર દ્વારા ગત તા. 1-1-23ના રોજ સીટી-સી ડીવીઝનમાં પોતાની ભોગ બનનાર ચાર વર્ષની પુત્રીને સર્જન ઉર્ફે ઝહરી ઉર્ફે જંગબહાદુર વિશ્ર્વકમર્િ નામનો શખ્સ વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ અંગે આઇપીસી કલમ 363, 376(એ)(બી) તથા પોકસો એકટની કલમ 4,5,6,8,10,11 તથા 12 મુજબ ગુનો કયર્િ અંગેની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીની બાળકીને બદકામ કરવાના ઇરાદે ચોકલેટ આપવાની લાલચ દઇને આરોપીએ બનાવવાળી જગ્યાએ લઇ જઇ દુષ્કૃત્ય-શારીરીક શોષણ અને ગંભીર જાતીય શોષણ-સતામણી કરવા અંગે પોલીસ ફરીયાદ બાદ પોલીસે ઉપરોકત કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સર્જન ઉર્ફે ઝહરીની ધરપકડ કરી હતી.
આ કેસની તપાસ સીટી-સીના પીઆઇ પી.એલ. વાઘેલા, રાયટર એએસઆઇ મગનભાઇ ચંદ્રપાલ, એએસઆઇ રાજનભાઇ, પી.સી. સંદીપભાઇ દ્વારા પાંચેક દિવસમાં પુર્ણ કરી કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરવામાં આવી હતી, જામનગર પોલીસ ઇતિહાસમાં આ પ્રકારના પોકસો કેસમાં પ્રથમ વખત પાંચ દિવસમાં તપાસ પુર્ણ કરીને ચાર્જશીટ કરાયુ હતું.
આ કેસ અદાલતમાં ચાલી જતા 37 જેટલા દસ્તાવેજી પુરાવા, 22 જેટલા સાક્ષી સાહેદોની સોગંદનામા ઉપરની જુબાની તેમજ ડીએનએ ટેસ્ટ રીપોર્ટ, ફોરેન્સીક સાયન્ટીફીક રીપોર્ટ વિગેરે તથા જીલ્લા સરકારી વકિલ જમનભાઇ ભંડેરીની પ્રવર્તમાન સમય અનુસંધાને બનતા ગુનાઓ અંગેની ગંભીરતા તથા ધારદાર રજુઆતો અને સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના પ્રસ્થાપીત કરેલા સિઘ્ધાંતો તથા પોકસો જેવા ગંભીર કેસોમાં સરકાર દ્વારા ગુના અટકાવવા માટે અપાતા માર્ગદર્શન વિગેરે ઘ્યાને લઇ સ્પે. પોકસો અદાલતના ન્યાયધીશ માધુરીબેન કે. ભટ્ટએ આરોપીને 30 વર્ષની સખત કેદની સજા તથા અલગ અલગ કલમ હેઠળ ા. 5 હજારનો દંડ અને ભોગ બનનારને ા. 6 લાખનું વળતર ચુકવવાનો આદેશ કરેલ છે.
સદર કેસમાં આરોપીને કોર્ટે અલગ અલગ કલમ હેઠળ સજા-દંડનો હુકમ કરેલ છે જેમાં આઇપીસી 363માં 5 વર્ષની સજા અને દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા, પોકસો એકટની કલમ 4 અને 6માં 30 વર્ષની સજા અને 5 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા, પોકસો એકટની કલમ 10માં 7 વર્ષની સજા દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસ, આ રીતે અન્ય કલમમાં દંડ અને સજાનો હુકમ કરાયો છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech