અમરેલી પોલીસ મથકમાં 26 વર્ષ પહેલા ચોરીના ગુનામાં પોલીસ પકડથી નાસતા ફરતા શખસને અમરેલી સીટી પોલીસએ જામનગરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાના પગલે અમરેલી સીટી પોલીસ મથકના પીઆઈ ડી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતા બાતમી રાહે જાણકારી મળી હતી કે, અમરેલી સીટી વિસ્તારમાં વર્ષ 1999માં ચોરીનો બનાવ બન્યો હતો આ ગુનામાં સંડોવાયેલો અબ્બાસ ઉર્ફે ગોરી નુરમહંમદ વાઘેર (રહે-મૂળ અમદાવાદ, હાલ જામનગર, બેડી)નો જામનગર ખાતે હોય જે બાતમીના આધારે પોલીસે ઘરે પહોંચી જોતા શખસ હાજર મળી આવતા તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. શખસ સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં ચોરી અને રાજકોટ તાલુકા પોલીસમાં દારૂનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસની વિશેસ તપાસમાં સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech