પેરોલ જમ્પ કરીને નાસી ગયેલો ઓખાનો ખૂનનો હત્યાનો આરોપી ઝડપાયો

  • May 02, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.ઓ.જી. પોલીસે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં સોપ્યો

ઓખાના ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં રહેતા રમજાન ઉર્ફે મનન આમદ ઈબ્રાહીમ સોઢા નામના શખ્સ સામે વર્ષ 2014 માં હત્યાની કલમ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ ચાલી જતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

રાજકોટની મધ્યસ્થ જેલમાં રહેલો રમજાન ઉર્ફે મનન આમદ સોઢા થોડા સમય પૂર્વે પેરોલ રજા પર છૂટ્યો હતો. જે નિયત સમયે જેલમાં પરત ન ફરતા ફરાર થઈ ગયેલા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ખેતશીભાઈ મૂનને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને મીઠાપુર વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. બાદમાં આ શખ્સને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવાની તજવીજ પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, જીવાભાઈ ગોજીયા, જગદીશભાઈ કરમુર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ખેતસીભાઈ મુન તથા દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application