સજાનો હુકમ કરતી પોકસો અદાલત
જામનગર ની પોકસો અદાલતે સગીરા સાથે ના દુષ્કર્મના કેસમાં આરોપી ને ભારતીય દંડ સંહિતા ની તથા પોકસો એકટ ની અલગ અલગ કલમો હેઠળ ૨૦ વર્ષ ની સખત કેદ ની સજા તથા રૂ. ૧૦,૦૦૦ નો દંડ તથા ભોગબનનારને વળતર પેટે રૂ.૪,૦૦,૦૦૦ ચુકવવા નો હુકમ કર્યો છે.
સજા ના આ કેસ ની વિગત એવી છે કે , આરોપી રાહુલ જેઠાભાઈ સાગઠીયા એ જામનગર નજીકના એક ગામમાં રહેતાં ફરીયાદી ની સગીર વય ની દીકરી ને તેના ઘરે થી લગ્ન કરવાની લાલચ આપી , લલચાવી, ફોસલાવી બદકામ કરવાના બદ ઈરાદે અપહરણ કરી બાવળ ની ઝાડી માં લઈ જઈ ભોગબનનાર સાથે તેની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધી ભોગબનનારનું શારીરીક શોષણ કરી ,દુષ્કર્મ કરી ભોગબનનાર ને તેની માતા તથા તેના ભાઈને પતાવી દેવાની ધમકી આપી અને ભોગબનનાર આ બાબતે કાંઈ બોલશે તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરીયાદી પંચ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી.
જે ફરીયાદના આધારે તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા ગુના ની તપાસ કરી આરોપી વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ તથા પોકસો એકટ ની કલમ મુજબ નો ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી હતી.
જે કેસ જામનગર ની પોકસો અદાલત માં ચાલી જતાં ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસર ની જુબાની તથા સરકારે પક્ષે રજૂ કરવામાં આવેલ ૨૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી એ અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતા જણાવેલ કે આરોપી સામે સ્કુલમાં ભણતી બાળાને ફરીયાદી ના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તેમજ બદકામ કરવા ઈરાદે ભગાડી લઈ ગયેલ અને ભોગબનનાર સાથે દુષ્કર્મ કરવા અંગે નો ગુનો છે. તેમજ સમાજ માં દિન પ્રતિદિન આ પ્રકાર ના ગુનાઓના કારણે ઓછી ઉંમર ની બાળા ઓ ઉપર વિપરીત અસર પડે છે .તેમજ સમાજ માં દિનપ્રતિદીન આ પ્રકારનાં ગુનાઓનું પ્રમાણ વધી રહેલ છે. અને સગીર બાળા ઓ આ પ્રકારનાં ગુનાઓનો ભોગ બને છે .આથી આવા સંજોગો માં સગીર બાળા ઉપર દુષ્કર્મ ના બનાવ ની ગંભીરતા ને ધ્યાને લઈ સમાજ માં દાખલો બેસે તેથી આરોપી ને મહતમ સજા અને દંડ નો હુકમ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ હતી.
જે મુજબ જામનગર ની સ્પે.પોકસો અદાલતના ન્યાયાધીશ વિ.પી.અગ્રવાલ એ ઉપરોકત હકીકતો ઘ્યાને લઈ આરોપી ને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ ના દંડ નો હુકમ ફરમાવેલ છે. તથા ભોગબનનાર ને વળતર પેટે રૂ.૪,૦૦,૦૦૦ ચુકવવા નો પણ હુકમ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech