સલાયાની સગીર બાળકી સાથે દુષ્કર્મનો આરોપી પકડાયો

  • April 04, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં રહેતા એક પરિવારની સગીર પુત્રીના માતા ઘરે ન હતા, તે દરમ્યાન આ સગીરા પર બળજબરીપૂર્વક સલાયા સ્ટેશન રોડ ઉપર રહેતા મુસ્લિમ હુશેન જસરાયા ગામના શખ્સે આઠેક મહિના પહેલા સાંજે પ વાગ્યાના આસપાસ આ સગીરા સાથે બળજબરીપૂર્વક શરી સંબંધ બાંધી બળાત્કાર કરી ભોગ બનનાર સગીરાને આઠેક નાસ જેટલો ગર્ભ રાખી દીધો હતો અને કોઇને આ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે સગીરાના પિતાને તા. ૦૧/૪/ર૦ર૩ ના રોજ સલાયા પોલીસ સ્ટેશને ધોરણસર ફરિયાદ નોંધાવેલ હતી. ફરિયાદ બાદ ગણતરીની કલાકોમાં સલાયા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને તેમને મેડીકલ અર્થે લઇ ગયેલ હતા. જ્યાર બાદ કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરેલ હતો. આ બનાવે સલાયામાં ભારે ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application