જીએસટીના ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનાનો આરોપી ઝડપાયો

  • April 25, 2025 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ભાવનગરપેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એમ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી વિહાર નિલેશભાઈ પટેલ (કાછીયા રહે, ભાવનગર)હાલ પાલીતાણ, એસ.ટી. બસ સ્ટેશનની સામે આવેલ જાગૃતિ હોટલ સામે જાહેર રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી  વિહાર નિલેશભાઇ અંધારીયા (કાછીયા પટેલ, ઉ.વ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે.પ્લોટ નં.૧૩૬/એ, મામાના ઓટલા સામે, સાંઇ દર્શન સોસાયટી, સુભાષનગર, ભાવનગર)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે  પાલીતાણા ટાઉન પોલીસના  પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૮૦૪૨૨૩૦૦૬૫/૨૦૨૩ ઈં.ઙ.ઈ. કલમ ૪૦૬,૪૨૦,૪૬૭, ૪૬૮,૧૨૦, વિગેરે મુજબનો ગુનો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ.શ્રી એ આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈયપાલસિંહ ચુડાસમાં, મોહીલભાઇ ચોકીયા, અરિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, મજીદભાઇ સમા અને  પ્રનેશભાઈ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application