પોલીસ દ્વારા નરાધમોની ધનિષ્ઠ પુછપરછ : કપડા-મોબાઇલ કબ્જે
જામનગરમાં યુવતીને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નગ્ન ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેલ કયર્િ પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાર્યની ઘટના સામે આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓને રીમાન્ડ પર લેવામાં આવ્યા છે અને કપડા સહિતનો સામાન કબ્જે કરાયો હતો.
જામનગરમાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં એક ફલેટમાં ઘરકામ માટે આવતી યુવતિના બિભત્સ ફોટા પાડી જેના આધારે બ્લેકમેલ કરીને સામુહીક દુષ્કર્મ આચરવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા સધન તપાસ કરીને ગુનામાં મુખ્ય સૂત્રધાર હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો હમિરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને ગઇકાલે મેડીકલ ચકાસણી માટે મોકલી આપ્યા હતા અને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જયાં અદાલતે ત્રણેય આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લેવા માટેનો હુકમ કર્યો છે, અને પોલીસ દ્વારા ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કપડાં ઉપરાંત મકાન અને ફાર્મ હાઉસ માંથી ચાદર શેતરંજી સહિતનું કેટલુંક સાહિત્ય પણ કબજે કર્યું છે.
ઉપરાંત મુખ્ય સૂત્રધાર હુસેન શેખ, આરોપીનો મોબાઇલ ફોન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જે મોબાઈલ ફોનમાં ભોગ બનનાર યુવતીના ફોટા પણ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે તે મોબાઇલને સીલ કરીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ લૂંટવા જતાં ટ્રકની અડફેટે આવ્યો બાળક
January 12, 2025 08:34 PMઅમદાવાદમાં 10 દિવસમાં 1091 શ્વાનના માલિકે કર્યું રજિસ્ટ્રેશન
January 12, 2025 08:31 PMઉત્તરાખંડમાં ભયાનક બસ અકસ્માત: 5ના મોત, 17 ઘાયલ
January 12, 2025 08:29 PMક્રિકેટના શોખીનો માટે ખુશખબર, આ તારીખથી શરુ થશે IPL 2025
January 12, 2025 08:27 PMદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech